મોરબીની એલ. ઈ. કોલેજમાં ગોલ્ડ મેડલ ફંકશન યોજાયું

- text


મોરબી : મોરબીની એલ. ઈ. કોલેજ ખાતે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંચાલિત લેન્કો એલ્યુમની એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ પરંપરા મુજબ ગઈકાલે તા. 27 જાન્યુઆરીના રોજ 11માં ગોલ્ડ મેડલ ફંકશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલગ-અલગ ફેકલ્ટીમાં એલ. ઈ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી ફાઇનલ વર્ષમાં ટોપર્સ આવેલ ૧૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ અન્ય જુદી-જુદી એક્ટિવિટીમાં સારું પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ હતા.

- text

આ ઉપરાંત, વર્તમાન વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેના પરિવાર સાથે હાજર રહી ગેટ ટુ ગેધરનો આનંદ માણેલ હતો. આ પ્રસંગે એલ. ઈ. કોલેજના પ્રિન્સિપાલ પંડ્યા સાહેબ, લેન્કો એલ્યુમની એસોસિએશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હરીશભાઈ રંગવાલા, પ્રેસિડન્ટ જનક પટેલ, સેક્રેટરી બાબુભાઈ વાઘાણી, આર. એન. જાડેજા, એસ. આર. સીતાપરા, એ. એચ. મેનાપરા સહિતના સભ્યો તેમજ અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા આ ફંક્શનને સફળ બનાવવાની જહેમત ઉઠાવેલ હતી.

- text