હળવદ-ટીકર રોડ પરથી ભારે વાહનો પસાર થવા પર આંશિક મુકિત અપાઇ

- text


મોરબી : મોરબી જિલ્લાના હળવદ-ટીકર રોડ પર ડામરની કામગીરી ચાલુ હોય આ રસ્તા પરથી પસાર થતાં ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામથી હળવદ ગામના રસ્તે ભારે વાહન પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે અન્વયે હળવદ જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન દ્વારા મુકિત આપવામાં માટે રજુઆત કરાઇ હતી. જેમાં મીઠાના વેપારીઓના વાહનો ટીકર ઢસી ઉપરથી લૂઝ મીઠું તેમજ એચડીપીઇ બેગમાં ભરીને હળવદ લાવતા હોય અને ગુજરાત તેમજ બીજા રાજયમાં સપ્લાય કરતા હોય તેમજ મીઠાના કોઇ વાહનમાંથી પાણી કે અન્ય કોઇ નુકશાન કરતા વસ્તુ માર્ગ પર પડતી ન હોય અને વજન પણ અવરલોડ ભરતા ન હોય, હળવદ થી ટીકર મુખ્ય માર્ગ મીઠા ભરેલા વાહન માટે ચાલુ રાખવા માંગણી કરેલ હતી.

- text

હળવદ જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશનની આ રજુઆતને ધ્યાને લઇ મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલે દ્વારા હળવદ-ટીકર રોડ પરથી ભારે વાહનો પસાર થવા પર આંશિક મુકિત આપવા જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર વાહનમાંથી પાણી કે અન્ય કોઇ નુકશાનકર્તા વસ્તુ માર્ગ પર પડે નહી તેમજ ઓવરલોડ વજન ન ભરવાની શરતે હળવદ થી ટીકર મુખ્ય માર્ગે મીઠા ભરેલ વાહનને જાહેરનામાની જોગવાઇના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.

- text