ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી 11 વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલા સહીત બેની અટકાયત

- text


ટંકારા : ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ટંકારા પોલીસ દ્વારા 11 નંગ વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલા સહીત બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 21 જાન્યુઆરીના રોજ ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી એક્ટિવામાં વેચાણ કરવાના ઇરાદે રાખેલ ગેરકાયદેસર પાસ કે પરમીટ વગર ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૧૧ બોટલો, જેમા એક બોટલની કી.રૂ. ૪૦૦/- લેખે ગણી કુલ કિ.રૂ. ૪૪૦૦/- તથા મો.સા.ની કી.રૂ. ૨૦૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૨૪૪૦૦/- નો મુદ્દામાલ ટંકારા પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ આ બનાવમાં આરોપી ફરજાનાબાનુ સાબીરભાઇ સીદીકભાઇ (ઉ.વ. ૩૮, ધંધો બ્યુટીપાર્લર, રહે. રતનપર ગામ, હડાળાના પાટીયાની આગળ, રાધેશ્યામ સોસાયટી, મૂળ રહે. ગામ વાસાવઠ, તા. ગોંડલ, જી. રાજકોટ) તથા પ્રેશભાઇ કેસુભાઇ વાઘેલા (ઉ.વ. ૩૦, ધંધો પ્રા. નોકરી, રહે. વીરડા (વાજડી) ગામમાં, તા.જી. રાજકોટ, મુળ રહે. ખોડાપીપર, તા. પડધરી, જી. રાજકોટ)ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text