મોરબીના વીસીપરા વિસ્તારમાં થયેલી મારામારીના બનાવની ફરિયાદ નોંધાઈ

- text


મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં થયેલી મારામારીના બનાવની ફરિયાદ નોંધાઇ છે.જેમાં જુના મનદુઃખનો ખાર રાખી બે યુવાન ઉપર ત્રણ શખ્સોએ ઘાતક હથિયારોથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નિજામભાઇ હેદરભાઇ જેડા જાતે મીયાણા ઉ.વ.૨૬ રહે. મોરબી વીસીપરા મદીના સોસાયટી પ્રકાશ કારખાના સામે મોરબી વાળાએ જાવીદ કરીમભાઇ કાથરોટીયા, જાવીદનો નાનો ભાઇ, એક અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૧ના રોજ મોરબી વીસીપરા બીલાલી મસ્જીદ પાસે બનેલા આ બનાવમાં એક આરોપીએ અગાઉ થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી ફરીયાદીને ગાળો બોલી આરોપીએ એકટીવામાંથી છરી કાઢી ફરીયાદીને માથાના ભાગે મારી ઇજા કરી હતી. તેમજ બીજા આરોપીએ તલવાર લઇ આવી તથા ત્રીજા આરોપીએ લોખંડનો પાઇપ લઇ આવી અને કુહાડી વડે ફરીયાદી તથા સાહેદને શરીરે આડેધડ મારી મુંઢ ઇજા કરી હતી અને ફરીયાદીને જમણા પગમાં ઘુંટણથી નીચે તેમજ જમણા હાથમાં કોણીથી નીચે તેમજ સાહેદને જમણા પગની ટચલી આંગળીમાં ફેકચર જેવી ઇજા કરી તેમજ તલવાર વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text