હાશ! : લતીપર ચોકડીએ પાકું ડાયવરઝન થતા ધૂળિયા વાતાવરણથી રાહત

- text


જિલ્લા પંચાયતના સદસ્ય રાજકોટિયાની રજુઆત બાદ કામગીરી કરાઈ

ટંકારા: ટંકારા નજીક લતીપર ચોકડીએ બની રહેલ ઓવરબ્રિજના કામની બાજુમાં કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવરઝનની કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અને સોલ્ડર વે બ્રિજ બનાવ્યા વગર ઘણા મહિનાઓથી કામ ચાલુ કરવામાં આવ્યું હતું. આ રસ્તો કચ્છ-રાજકોટ- જામનગરને જોડતો મુખ્ય નેશનલ હાઈવે હોય દિવસના બે હજારથી વધુ વાહનો અહીંથી પસાર થતાં હોય રીતસર કલાકે કલાકે ટ્રાફિકજામની સાથે ધુળની ડમરીથી સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા હતા.

- text

આ બાબતની જાણ જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયાને થતા તેઓએ રોડ વિભાગના રાજકોટના અધિકારી સોલંકી સાથે સીધો સંપર્ક સાધી તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે સૂચના આપ્યા બાદ કોન્ટ્રાક્ટરો કામે વળગ્યા હતા અને હાલ ડાઇવર્ઝન બનાવી ડામર પાથરવામાં આવતા રાહદારીઓ અને સ્થાનિકોને રાહત થઈ છે.

- text