નશાની હાલતમાં પુરપાટ વેગે નીકળેલા બે બાઇક સવારો પોલીસની ઝપટે ચડ્યા

- text


મોરબી : નશાની હાલતમાં વાહન ચલાવવું વાહન ચાલક માટે તો જોખમી હોય જ છે સાથોસાથ આવા વાહન ચાલકો અન્ય નિર્દોષ લોકોની જિંદગીને પણ જોખમમાં મૂકે છે. ત્યારે મોરબી સીટી એ ડીવી. પોલીસ મથક વિસ્તારમાં બે અલગ-અલગ બનાવોમાં પોલીસે બે બાઇક સવારોને નશાની હાલતમાં પુરપાટ ગતિથી બાઇક ચલાવતા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી લાતી ચોકડી પાસેથી પસાર થતા પ્લેઝર મોટરસાયકલ નંબર GJ 03 DC 4717ના ચાલક રાજેશ મનહરભાઈ જાની તથા પંચાસર ચોકડી પાસેથી યામાહા મોટરસાયકલ નંબર GJ 36 E 9186 લઈને નીકળેલા ભાવેશ વિનુભાઈ મહેતાને નશાની હાલતમાં બાઇક ડ્રાઈવ કરતા ઝડપી પાડી એ.વી. એક્ટ કલમ 185,3-181 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text