વાંકાનેર : પરિણીતાએ બીજા લગ્ન કરતા પૂર્વ સસરિયાઓએ દંપતીને ધમકી આપી

- text


ત્રણ શખ્સોએ લાકડી પાઇપ લઇને ગામમાં નહીં આવવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવળી ગામે પરિણીતાએ બીજા લગ્ન કરતા રોષે ભરાયેલા પૂર્વ સસરિયાઓએ પરિણીતા અને તેના પતિને ગામમાં નહિ આવવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે પૂર્વ સાસરિયા પક્ષના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીતેન્દ્રભાઇ વસંતભાઇ વોરા ઉવ.૨૮ રહે હાલ વાંકાનેર,નવાપરામાં ગીતાબેનના મકાનમાં ભાડેથી મુળ ગામ રાતીદેવળી તા.વાંકાનેર વાળાએ લાલજીભાઇ મલાભાઇ વોરા , ગોપી લાલજીભાઇ વોરા તથા કાળુ લાલજીભાઇ વોરા રહે ત્રણેય રાતીદેવળી સામે ફરિયાદ નોંધાવી હતી કે ,તા.૧૮ના રોજ રાતીદેવળી ગામે બનેલા આ બનાવમાં ફરિયાદીની હાલની પત્ની ભારતીબેન પહેલા આરોપીઓના પરીવારમાં સાસરે હતી ત્યાંથી છુટાછેડા થતા ફરીયાદીએ ભારતીબેન સાથે લગ્ન કરતા તેનો રોષ રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી હાથમાં લાકડી પાઇપ લઇ આવી ફરીયાદીને તથા તેની પત્નીને ગામમાં નહીં આવવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text