વો ભૂલી દાસ્તાન : એન.જી.મહેતા સ્કૂલના 91ની બેચના વિદ્યાર્થીઓએ મળીને ભવ્ય ભૂતકાળ વાગોળ્યો

- text


મોરબીના સામાકાંઠે આવેલ એન.જી. મહેતા હાઈસ્કૂલના 91ની બેચના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મોરબી : હમેશા વિધાર્થીકાળના સંસ્મરણો મૂલ્યવાન હોય છે. ભણી ગણીને ગમે તેવી ઉંચી પોસ્ટ ઉપર રહેલા સમાજના મોભાદાર વ્યક્તિને પણ તેના વિધાર્થીકાળના સંસ્મરણો જીવનપર્યત સુધી સોનેરી લાગે છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ એનજી મહેતા હાઈસ્કૂલના 91ની બેચના વિધાર્થીઓ દ્વારા ગુરુવંદના અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 91ની બૅંચના વિધાર્થીઓએ ભવ્ય ભૂતકાળ વાગોળ્યો હતો અને સાથેસાથે જીવનની સાચી રાહ બતાવનાર ગુરુઓની ભાવપૂર્વક વંદના કરી હતી.મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાસે ભડીયાદ રોડ ઉપર આવેલ શ્રીમતી એન.જી.મહેતા હાઈસ્કૂલમાં વર્ષ 1991માં ભણતા વિધાર્થીઓ દ્વારા ગઈકાલે રવિવારે આ સ્કૂલ ખાતે ગુરુવંદના અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 91ની બેચના વિધાર્થીઓ તેમના પરિવાજનો સાથે અને ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા.એકદમ સદાય પૂર્વક યોજાયેલા આ પારિવારિક કાર્યકમમાં ભૂતપૂર્વ વિધાર્થીઓએ પોતાના શાળા જીવનના સુખદ સંસ્મરણો વાગોળ્યા હતા અને શાળાજીવન દરમિયાન થયેલી શૈક્ષણિક સહિતની તમામ પ્રવૃત્તિઓને યાદ કરી હતી. ત્યારે વો ભૂલી દાસ્તાન લો ફિર યાદ આ ગઈ ની જેમ વિધાર્થીઓ પોતાના ભવ્ય ભૂતકાળના શાળા જીવનમાં સરી પડ્યા હતા. બાદમાં ગુરુજનોની ભાવપૂર્વક વંદના કરી હતી.જેમાં આચાર્ય ત્રબેંકલાલ પડ્યા, શિક્ષકો સવસેટા સર, દવે સર, ડાંગર સર, બરાસરા સર વિદ્યા ટીચર સહિતનાનું અદકેરું સન્માન કર્યું હતું. બાદમાં તમામે પારિવારિક માહોલમાં સ્વરૂચી ભોજન લઈને ખટમીઠાં સંસ્મરણોની યાદ લઈને છુટા પડ્યા હતા.

- text