વેરા સમાધાન યોજનાની મુદ્દત વધારવા બદલ ડે. સીએમનો આભાર વ્યક્ત કરતું મોરબી સિરામિક એસો.

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવેલ હતી. પરંતુ આ સમાધાન યોજનામાં અમુક ફેરફાર કરવાની મોરબીના સીરામીક સહિતના વેપારી અને ઉદ્યોગકારોએ માંગણી કરી હતી. જેથી આ યોજના વધુ અસરકારક બની શકે. જેમાં આ મોરબી સિરામીક એસોશિએશન તરફથી યોજનાની મુદત વધારવા માટે વિવિધ રજૂઆતો કરાઈ હતી. આ રજૂઆતો માન્ય રાખીને મુદતમાં વધારો કરી દેવાતા સિરામિક એસોસિએશન દ્વારા ના.મુખ્યમંત્રીનો રૂબરૂ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સીરામીક એસોસિએશનની રજૂઆતને ધ્યાને લઈને વેરા વસુલાત વિભાગ દ્વારા જાહેરાત કરાઈ હતી કે રાજયના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી દ્વારા વેરા સમાધાન યોજનામાં સુધારા કરવા નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત વેરા સમાધાન યોજના હેઠળ અરજી કરવાની મુદત તારીખ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી.

- text

જેથી, વેરા સમાધાન યોજનાની મુદ્દત લંબાવવા બદલ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ મંત્રી સૌરભભાઇ પટેલની મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, કિરીટભાઇ પટેલ, કિશોરભાઇ ભાલોડીયા અને રમેશભાઇ મસોત વગેરે હોદ્દેદારોએ આજ રોજ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લઈને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત, વેરા સમાધાન યોજનામા સમય મર્યાદામા વધારો કરી આપવા બદલ ચીફ કમીશ્નર જે.પી.ગુપ્તાને મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, કિરીટભાઇ પટેલ, કિશોરભાઇ ભાલોડીયા અને રમેશભાઇ મસોત સહિતના હોદ્દેદારોએ SGST ઓફિસ અમદાવાદ ખાતે રૂબરૂ મળીને આભાર માન્યો અને તેઓના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

- text