હળવદના ધુળકોટ ગામ નજીક માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું : હજારો લીટર પાણીનો વેડફાટ

- text


વેડફાટ થઇ રહેલું પાણી સીધું જ રણમાં જશે તો અગરિયા ઉપર વધુ એક ખતરો મંડાશે.!

હળવદ: હળવદ તાલુકામાં નર્મદા કેનાલ તેમજ નર્મદા માઇનોર કેનાલમાંથી રોજનું હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે ત્યારે સુખપર, મયાપુર બાદ ધુળકોટ ગામ નજીક માયનોર કેનાલમાં ગાબડું પડતાં મુસીબત સર્જાઈ છે અને વહેલી તકે કેનાલનું સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ગઈકાલે હળવદ તાલુકાના કિડી રણકાંઠા વિસ્તારમાં નર્મદાનું પાણી રણમાં આવી જતા ૧૮ જેટલા મીઠાના અગરો માં પાણી ફરી વળ્યું હતું. જેને કારણે મીઠું પકવતા અગરીયા પરિવારો માં નિરાશા પ્રવર્તી ગઇ છે. તેવામાં આજે તાલુકાના મયાપુર અને ધુળકોટ ગામ વચ્ચેથી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડતાં હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. કેનાલમાંથી વેડફાય રહેલું પાણી વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો આ પાણી સીધું જ રણમાં પહોંચ છે. જેથી, મીઠાના અગરમાં ઘુસી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તેથી, તાત્કાલીક ધોરણે માઇનોર કેનાલમાં પડેલું ગાબડું પુરવા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ તેમજ નર્મદા પેટા કેનાલનું કામ યોગ્ય કરવામાં ન આવ્યું હોવાના ખેડૂતો દ્વારા અનેકવાર આક્ષેપો કરી રહ્યા છે. તેવા સમયે કેનાલોમાંથી નીકળતું પાણી કયારેક ખેડૂતોના ખેતરમાં ઘૂસી જાય છે તો ક્યારેક રણ સુધી પહોંચી જતું હોય છે. જેને કારણે રણમાં મીઠું મીઠું પકવતા અગરિયાઓને મહેનત પર પાણી ફરી વળતું હોય છે. જેથી, વહેલી તકે નર્મદા શાખા દ્વારા આવી કેનાલો નું યોગ્ય સમારકામ કરે તે જરૂરી છે.

- text