મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અનેક લોકોએ નિહાળ્યો સુર્યગ્રહણનો નજારો

- text


મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી – ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર – મોરબી દ્વારા ખગ્રાસ સુર્યગ્રહણને પ્રત્યક્ષ નિહાળવા માટે એલ. ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત અનેક લોકોએ સુર્યગ્રહણનો નજારો નિહાળ્યો હતો. આજે તા. 26/12 /2019 સવારે 8 વાગ્યાથી સવારે 10/45 વાગ્યા સુધી આ સુર્યગ્રહણને નિહાળી શકાયું હતુ.આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના આયોજન થકી મોરબીની જુદી-જુદી શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ સુર્યગ્રહણને પ્રત્યક્ષ નિહાળ્યું હતું. આ ખગોળીય ઘટનાને જોવાની ગોઠવણી લોકવજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. જે માટે કેન્દ્ર દ્વારા શાળાઓને આમંત્રણ આપવામાં આવેલ હતું. જેનો મૂળ હેતુ આ સુર્યગ્રહણને પ્રત્યક્ષ નિહાળવાનાં આયોજનથી સમાજમાં પ્રવર્તેલી ખગોળીય ઘટના વિષે કે ગ્રહણ સાથે રહેલી અંધશ્રદ્ધા અને ડર દૂર કરી જાગૃતિ લાવવાનો હતો, તેમ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text