મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ગત તા. 24 ડિસેમ્બર મંગળવારના રોજ મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતો. કડવા પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાંસ્કૃતિક પ્રતિભાને ઓળખવા તથા પોંખવા માટે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળ દ્વારા સંચાલિત છ સંસ્થાઓના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો. સમારોહના અધ્યક્ષ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, સંસ્થાના પ્રમુખ બેચરભાઈ તથા ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા પર પણ હાજર રહ્યા હતા. આ તકે સંસ્થાના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

- text