ફુલતરીયા પરિવાર દ્વારા ઘુનડા (સ.) પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ

મોરબી : ગઈકાલે ઘુનડા (સ.) પ્રાથમિક શાળામાં શાળાના કાયમી દાતા અરવિંદભાઇ ફુલતરીયા અને રમેશભાઈ ફુલતરીયા પરિવાર તરફથી શાળાના બાળકોને તિથિભોજન કરાવવામાં આવ્યું હતું. તેમજ શાળાના 350 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પિત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ અને તેમના પરિવાર તરફથી દર વર્ષે શાળામાં આ દાન આપવામાં આવે છે. આ તકે શાળા પરિવારે ફુલતરીયા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.