મોરબીમાં કંટ્રકશનના ધંધાર્થીની કાર પર સોડાની બોટલ અને પથ્થરમારો કરીને તોડફોડ

ચાર શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં કંટ્રકશનના ધંધાર્થીની કાર પર ચાર શખ્સોએ સોડાની બોટલી અને પથ્થરો ફેકીને તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. એ ડિવિઝન પોલીસે કંટ્રકશનના ધંધાર્થીની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અરૂણભાઇ રામભાઇ ડાંગર ઉવ.૩૫ ધંધો- કંટ્રકશન, રહે. ધરતી પાર્ક સોસાયટી, પંચાસર રોડ, મોરબી વાળાએ ડેનીશ મીસ્ત્રી,આશીફ મોવર, પ્રીન્સ રાવલ,જય પટેલ રહે. તમામ મોરબી વાળાઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તા.૧૫ ના રોજ સાંજનાં પોણા સાતેક વાગેનાં અરસામાં મોરબી રવાપર રોડ,રાજ બેન્ક સામેથી શેરીમાંથી ફરીયાદી તેના મીત્રો સાથે નાસ્તો કરવા જતા હતા ત્યારે આ કામના આરોપીઓએ બે-ડબલ સવારી મોટર સાઈકલમાં આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી કાચની સોડાની બોટલો તથા પથ્થરોનાં છુટા ઘા કરી ફરીયાદીની વરના કાર નં.GJ-03-LB-5999 ના કાચ તોડી રૂ.૧૦૦૦૦નું નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની તેમણે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.