વાંકાનેર : એક કરોડની કિંમતની ત્રીસ હજારથી વધુ વિદેશી દારૂની બોટલો પર પોલીસે રોલર ફેરવ્યું

- text


વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા રૂ. 1 કરોડ 6 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂનો નાશ કરાયો

વાંકાનેર : મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની સૂચનાથી વાંકાનેર સીટી તથા વાંકાનેર તાલુકા બંને પોલીસ સ્ટેશનમાં પડેલ પરપ્રાંતીય દારૂનો નાશ કરવા અંગે વાંકાનેર કોર્ટ તરફથી મંજૂરી મેળવી વાંકાનેર સીટી તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદેશી દારૂ કુલ બોટલ નંગ 30,349ના મુદ્દામાલ કિંમત રૂપિયા 1,06,78,225નો નાશ કરવામાં આવ્યો છે. આજે તારીખ 11 ડિસેમ્બરના રોજ સવારે 8થી બપોરે 1 કલાક દરમિયાન તીર્થ હોટલ પાછળની બાજુ આવેલ જે જુનો નેશનલ હાઈવે બંધ પડેલ છે ત્યાં ખુલ્લી જગ્યામાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ ૧૯ ગુનાઓના ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 11,052 કિંમત રૂપિયા 38,99,575નો મુદ્દામાલ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ ૩૫ ગુનાઓના પડેલ વિદેશી દારૂ બોટલ નંગ 19,297ની કિંમત રૂપિયા 67,78,650નો મુદ્દામાલ મળી કુલ વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશનના કુલ પરપ્રાંતિય દારૂની બોટલ નંગ 30,349 કિંમત રૂપિયા 1,06,78,225નો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ પોલીસ બંદોબસ્ત સાથે તમામ પરપ્રાંતિય દારૂની બોટલો ઉપર રોડ રોલર ફેરવી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલોને કચડી નાખી તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવેલ છે તેમજ તેના પુઠાઓના ખોખાઓનો સ્થળ પર બાળી નાશ કરવામાં આવેલ છે.

- text