જેતપરની તપોવન વિદ્યાલય દ્વારા શનિવારે તથા રવિવારે બિઝનેસ ટાયફૂનનો કાર્યક્રમ

- text


મોરબી : જેતપર ખાતે આવેલ તપોવન વિદ્યાલય દ્વારા આગામી તા. 14 અને 15 ડિસેમ્બરના રોજ શનિવારે તથા રવિવારે સવારે 9થી સાંજે 9 સુધી કોમર્સના વિદ્યાર્થીઓને ધંધાકીય જ્ઞાન મળી રહે તે હેતુસર બિઝનેસ ટાયકૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં બિઝનેસ ટાયફૂન એવોર્ડ, ઇકો ફ્રેન્ડલી એવોર્ડ તથા બેસ્ટ માર્કેટિંગ એવોર્ડ આપવામાં આવશે. આ તકે કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text