હળવદની મોડલ સ્કૂલ પાછળથી મળેલ લાશના બનાવમાં પ્રૌઢનું મોત ઠંડીના કારણે થયું હોવાનું ખુલ્યું

- text


હળવદ : હળવદમાં ગઈકાલે મોડલ સ્કૂલની પાછળના ભાગેથી એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા પ્રૌઢનું મોત ઠંડીના કારણે થયું હોવાનું ખુલ્યું છે.

હળવદમાં આવેલ મોડલ સ્કુલની પાછળના ભાગમાંથી મંગળવારના બપોરના અરસામાં અવાવરૂ જગ્યા પર કોઈ પ્રૌઢની લાશ પડી હોવાથી ત્યાંથી પસાર થતા રાહદારીઓને ધ્યાને આવતા તેઓ દ્વારા બનાવ અંગેની જાણ ૧૦૮ની ટીમને કરાઈ હતી. જેથી, ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરાતા પ્રૌઢ મૃત હાલતમાં જણાતા ટીમ દ્વારા હળવદ પોલીસને જાણ કરાઈ હતી. જેથી, પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજા મેળવી પી.એમ. માટે શહેરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાઈ હતી.

- text

આ બનાવ અંગેની તપાસ દરમિયાન તે મૃતદેહ હળવદ ખાતે રહેતા તુલશીભાઈ ડાયાભાઈ સોલંકીની હોવાનું સામે આવ્યું હતું. તેમજ પોલીસની કાર્યવાહી દરમિયાન આધેડનું મોત ખૂબ જ ઠંડી હોવાના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે.

- text