મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતી 3 મહિલા સહિત પાંચ ઝડપાયા

- text


દરરોજ નામ પૂરતા દેશી દારૂના કેસ કરતી પોલીસ બુટલેગરને નિયંત્રિત કેમ નથી કરી શકતી એ અંગે તરેહ તરેહની ચર્ચા

મોરબી : દારૂની બદી ડામી દેવા જિલ્લા પોલીસ વડાએ આપેલી સૂચના અંતર્ગત કામગીરી કરતા મોરબી જિલ્લાના તાલુકાઓમાંથી પોલીસે 3 મહિલા સહિત 5 લોકો દારૂ વેચવા સબબ અટકાયત કરી છે.

વિદેશી દારૂ ઉપરાંત દેશી દારૂના વેંચાણ પર રોક લગાવવા પોલીસની નિયમિત કામગીરી બાદ પણ દેશી દારૂ ઝડપાવવાના બનાવો રોજિંદા બન્યા છે ત્યારે ગઈ કાલે જિલ્લામાંથી 5 દેશી દારૂના વેંચાણ અંગેના કેસ થયા છે. જેમાં હનીફ જહાંગીર જામ માળીયા, સંગીતાબેન ભયલાલ વાઘેલા ટંકારા, ભાનુબેન અશોકભાઈ અગેચણિયા મોરબી સીટી એ.ડીવી, કાંતાબેન ગાડુંભાઈ સોલંકી અને ગિરધર અમરાભાઈ સોલંકી મોરબી તાલુકાને દેશી દારૂ વેંચતા ઝડપી પાડ્યા હતા. આ સાથે ઉપયોગમાં લેવાયેલું એક મોટરસાયકલ પણ કબ્જે કરવામાં આવ્યું હતું.

- text

લોકોમાં થતી ચર્ચા મુજબ દેશી દારૂની બદી મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે ત્યારે પોલીસ તંત્ર રોજ કરવા પૂરતા કેસ કરીને જ સંતોષ માને છે. જો તંત્રમાં દારૂની બદીને નેસ્તનાબુદ કરવાની ઇચ્છાશક્તિ હોય તો કોઈ પણ વ્યક્તિને દારૂની એક પણ કોથળી ન મળે તેવું થઈ શકે. પરંતુ આવી કાર્યવાહી કરવામાં તંત્ર કેમ પાછીપાની કરી રહ્યું છે તે અંગે લોકોમાં તરેહ તરેહની ચર્ચા જાગી છે.

- text