મોરબીના વસંત પ્લોટ રોડ સ્થિત ભાટિયા સ્ટોરમાં ડાયાબિટીસની દવા વિનામૂલ્યે ઉપલબ્ધ

- text


મોરબી : મોરબીના વસંત પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ ભાટિયા સ્ટોરમાં જરૂરિયાતમંદોને સવારના સમયે ડાયાબિટીસની દવા તેમજ કડવું કાડિયાતુ અને વાઢિયાનો મલમ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સેવા કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી ભાટિયા સ્ટોરના માલિક શશિકાન્તભાઈ રાયગગલા દ્વારા કરવામાં આવે છે. જેનો લાભ અત્યાર સુધી ઘણા જરૂરિયાતમંદોએ લીધો છે. આ ઉપરાંત, શશિકાન્તભાઈ દ્વારા તહેવારો સમયે શોભાયાત્રા પસાર થાય ત્યારે વિનામૂલ્યે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આમ, શશિકાન્તભાઈએ શહેરીજનોને બંને સેવાકીય કાર્યોનો લાભ લેવા માટે અપીલ કરી છે.

- text