મોરબી : કાર્ડધારકો હવે કોઈ પણ સસ્તા અનાજની દુકાનમાંથી માલ ખરીદી શકશે

- text


પોર્ટિંબલિટી યોજના ચાલુ કરવા બદલ સરકારનો આભાર માનતા નાગરિક સલાહકાર પી.પી.જોશી

મોરબી : મોરબીમાં અમુક દુકાનદારો સસ્તા અનાજની દુકાન સમયસર ખોલતા નથી. જેથી, રાશન કાર્ડધારકને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ મોરબી જિલ્લામાં અન્ય શહેરમાંથી આવેલ લોકોને આ લાભ મળતો નથી. જેથી, એવું કહી શકાય કે સરકારે સસ્તા અનાજની દુકાન માટે કરેલા ખર્ચનો પૂરતો લાભ જરૂરિયાતમંદ લોકોને પ્રાપ્ત થતો નથી. આમ, સસ્તા અનાજની દુકાનનો લાભ જરૂરિયાતમંદ લોકો લઇ શકે, તે માટે તેઓ દ્વારા પોર્ટિંબલિટી યોજના ચાલુ કરવા માંગ ઉઠી હતી.

- text

મોરબીના નાગરિક પુરવઠા સલાહકાર પી. પી. જોશીએ પણ સરકાર સમક્ષ રજુઆત કરી હતી કે અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ પોર્ટિંબલીટી યોજના લાગુ કરવામા આવે. જેના સંદર્ભમાં સરકારે ગુજરાતમાં પોર્ટિંબલિટી યોજના લાગુ કરેલ છે. તેના દ્વારા દરેક રાશન કાર્ડધારકો ગુજરાતમાં કોઈપણ સસ્તા અનાજની દુકાનમાંથી માલ ખરીદી શકશે. તેમજ માલની ખરીદીનું બિલ પણ માંગી શકશે. આ યોજના લાગુ કરવા બદલ નાગરિક સલાહકાર પી. પી. જોશીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેઓએ શહેરીજનોને આ યોજનાનો લાભ લેવા માટે અપીલ કરી હતી.

- text