હળવદની ૧૫ પ્રાથમિક શાળાઓ સીસીટીવી કેમેરાઓથી સજ્જ કરાઈ

- text


જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલના પ્રયત્ન રહ્યા સફળ

હળવદ : હળવદ તાલુકામાં કુલ ૭૩ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જે શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યે કેટલી દેખરેખ રાખે છે. શાળામાં શિક્ષકોની હાજરી બાબતે નિયમિતતા છે કે નહીં, જેના પર દેખરેખ રાખવાના ભાગરૂપે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિક્ષણ સમિતિ હસ્તક જિલ્લાની ૪૩ પ્રાથમિક શાળાઓમાં નાઈટ વિઝન સી.સી.ટી.વી કેમેરા લગાવવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. જેમાં હળવદ તાલુકાની ૧૫ પ્રાથમિક શાળાઓનો પણ સમાવેશ થયો છે. જેમાં રાત્રિ દરમિયાન અને વીજ પુરવઠો ના હોય ત્યારે પણ કેમેરા કાર્યરત રહે તે માટે જીપીએસનો ઉપયોગ કરાયો છે.

મોરબી જિલ્લા પંચાયત ખાતે કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને ગત કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં સ્વભંડોળની ગ્રાન્ટમાંથી શિક્ષણ સમિતિ હસ્તક પ્રાથમિક શાળાઓમા રૂપિયા ૭૦ લાખના ખર્ચે જિલ્લાના મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ સહિત જીલ્લાની ૪૩ પ્રાથમિક શાળાઓમાં ડિજિટલ નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા લગાવવાનું નક્કી કરાયું હતું. જેમાં હાલ મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે.

- text

મોટાભાગની શાળાઓમાં શિક્ષકો અપડાઉન કરતા હોવાથી કેટલીક શાળાઓમાં શિક્ષકો શાળાના સમય મુજબ આવતા નથી. જેથી, ડિજિટલ સીસીટીવી કેમેરા લાગવાથી તે શાળાના શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે અને અંદરોઅંદર કોની શાળામાં સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે. તેની ચર્ચાઓ શરૂ થઈ છે. સીસીટીવી કેમેરા લગાયેલ શાળાઓને જીપીએસથી કાર્યરત કર્યા બાદ રાજ્ય સાથે જિલ્લાનું શિક્ષણ વિભાગ શાળા સાથે જોડાઇ જશે. જેને લઇ શિક્ષણની ગુણવતા ઉચ્ચ બનશે.

હળવદ તાલુકાના મેરુપર, ગોલાસણ, પલાસણ, જૂની કીડી, માલણીયા, ચરાડવા,દે વીપુર, સાપકડા, દીઘડીયા, ચિત્રોડી, માથક, ચૂંટણી, ડુંગરપુર, વેગડવાવ, રાતાભેર સહિત ૧૫ ગામની પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરાયો છે. જેમાંની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. જ્યારે જિલ્લામાં માળીયા તાલુકાની ૬ પ્રાથમિક શાળા, ટંકારા તાલુકાની ૪ પ્રાથમિક શાળા, વાંકાનેર તાલુકાની ૧૧ પ્રાથમિક શાળા, મોરબીની ૭ પ્રાથમિક શાળા અને હળવદની ૧૫ મળી કુલ ૪૩ પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ પૂર્ણતાના આરે છે.

- text