માછીમારોની આજીવિકામાં ગેરકાયદેસરની પેશકદમી રોકવા રજૂઆત

- text


માળીયા (મી.) : માળીયા (મી.) – બગસરા ટોક અને કસમ પીર વિસ્તારના માછીમાર સમુદાયની આજીવિકામાં મીઠાના ઉત્પાદકોની ગેરકાયદેસરની પેશકદમી રોકવા અંગે કલેક્ટરને તથા ફિશરીઝ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.

- text

માળીયા (મી.) તાલુકાના બગસરા ટોક અને કસમ પીર વિસ્તારના માછીમારો તેમના પૂર્વજોના સમયથી માછીમારી કરી રોજીરોટી રળે છે. હાલમાં આ વિસ્તારોમાં મીઠાના ઉદ્યોગકારો ગેરકાયદેસર રીતે પેશકદમી કરી રહ્યા છે. જેને કારણે માછીમારોની રોજીરોટી છીનવાય રહી છે. જેથી, માછીમારો દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે હાલમાં આ વિસ્તારમાં મીઠાના ઉદ્યોગકારો JCB હિટાચી મશીન દ્વારા મોટા-મોટા પાળાઓ બાંધે છે. જેના લીધે માછીમારી કરવામાં સમસ્યા ઉદ્ભવતી હોવાથી રોજીરોટી બંધ થવાની સંભાવનાના કારણે મીઠાના ઉત્પાદકો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે અને માછીમારોને ન્યાય મળે. આ માટે લેખિત રજૂઆત માછીમાર સમુદાય દ્વારા કલેક્ટરને તથા ફિશરીઝ વિભાગને કરવામાં આવી હતી.

- text