હળવદમાં અંગત અદાવત મામલે યુવાન પર હુમલો

- text


ચાર શખ્સોએ હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદમાં યુવાન પર અંગત અદાવત મામલે ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશન પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિજયભાઈ દિલીપભાઈ ચાવડા ઉ.વ.૩૭ રહે ખોજાખાના જમાતખાનુ, વિવેકાનંદ સ્કુલ પાસે હળવદ વાળાએ હૈદર નુરાલી લધાણી, નુરાલી લધાણી , અકબરભાઈ દીલાવરભાઈ, શબીરભાઈ દીલાવરભાઈ રહે ચારેય હળવદ રેલ્વે કોલોની સામે ફરિયાદ નોંધાવી હતી કે,તા ૨૩ના રોજ વિજયાબેંકની સામે આવેલ જાની પાન કોર્નરની દુકાન પાસે બનેલા આ બનાવમાં ફરીયાદી આરોપીઓ સાથે સાહેદની બહેન સામે જોવા બાબતે વાતચીત કરતા હોય તે દરમ્યાન આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી હતી તેમજ આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી શરીરે ગડદા પાટુનો માર માર્યો હતો અને ઝપાઝપી કરી ફરીયાદીએ ગળામા પહેરેલો સોનાનો ચેન કિ રૂ,૬૦૦૦૦/-નો તુટી ગયો હોય જે શોધખોળ કરવા છતા પણ મળી આવેલ નથી. તેમજ ફરીયાદીને લાકડી તથા લોખંડના પાઈપ વતી ડાબા હાથના કાંડા પર ફેક્ચર કરી તથા સાહેદને બરડાના ભાગે મુંઢ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text