નવા સાદુળકામાં સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવા અંગે રજૂઆત

- text


મોરબી : રવાપર નદી ગ્રામ પંચાયત દ્વારા નવા સાદુળકામાં સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

નવા સાદુળકા ગામની આજુબાજુ 5 કિમીના વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા કે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળા આવેલ નથી. હાલમાં નવા સાદુળકાના વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ માટે 10-12 કીમી દૂર મોરબીમાં અભ્યાસ કરવા જાય છે. નજીકમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આવે છે પણ તેમાં એક વર્ષનો અભ્યાસ ખર્ચ 35-40 હાજર જેટલો થાય છે. જે ગરીબ કે માધ્યમ વર્ગને પોસાય નહિ. તેમજ નજીકમાં સરકારી માધ્યમિક શાળા ન હોવાથી ઘણા વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દે છે.

- text

ગામના તમામ વિદ્યાર્થીઓએ નજીકના વિસ્તારમાં અભ્યાસની સુવિધા મળી રહે તે હેતુથી રવાપર નદી ગ્રામ પંચાયત દ્વારા નવા સાદુળકામાં સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી કરવામાં આવી હતી.

- text