મોરબી જિલ્લા ગ્રામસેવક મંડળના હોદેદારોની વરણી કરાઈ

- text


મોરબી : ગઈકાલે તા:-૧૭/૧૧/૨૦૧૯ના રોજ મોરબી તાલુકા પંચાયત ખાતે મોરબી જિલ્લા ગ્રામસેવક મંડળની સાધારણ સભા પ્રમુખ રાવતભાઈ ગલસરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી. જેમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે લિયાક્ત ભોરણીયા અને મંત્રી તરીકે વિવેક હુમલ અને સહ મંત્રી તરીકે સોહિલ પીલોડિયા ની અને તાલુકા કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે માર્ગદર્શન આપવા જીલ્લા ખેતીવાડી ગજેરા સાહેબ, રાજકોટ જિલ્લા ગ્રામસેવક મંડળના પ્રમુખ યાજ્ઞિકભાઈ, વિસ્તરણ અધિકારી રાઠવાભાઈ, અતુલભાઈ ચાવડા, અશોકભાઈ હડિયલ તેમજ આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા અને અરવિંદભાઈ પરમારે હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે મોરબી જિલ્લા પ્રમુખ રાવત ગલસરે ખેતીવાડી ખાતાની યોજનાઓનો ખેડૂતો વધુ ને વધુ લાભ લે અને સતત સંપર્કમાં રહી ખેડૂત હિતમાં કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું હતું.

- text

વધુમાં, જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરા સાહેબ દ્વારા ખેતીલક્ષી કામગીરી કરવા અને સૌ સાથે મળી મોરબી જિલ્લાની સમગ્ર કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ અને માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભીમાભાઈ મુધવા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આભાર વિધિ ભરતસિંહ ચૌહાણ દ્વારા કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

- text