મોરબી અને ટંકારામાંથી માત્ર બે ખેડૂતની જ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ!

- text


ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અણઘડ નિયમોથી ખેડૂતોમાં રોષ

મોરબી : મોરબીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં તંત્રના અણઘડ નિયમોના કારણે મગફળીની ખરીદી થતી ન હોવાના કારણે ખેડૂતોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આજે મોરબી અને ટંકારાના સંયુક્ત કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હતી. પણ મોરબી અને ટંકારમાંથી માત્ર બે જ ખેડૂતની મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જો કે તંત્ર દ્વારા મગફળીના ખુલ્લામાં ઢગલા કરીને યોગ્ય ચકાસણી બાદ જ ખરીદીનો આગ્રહ રાખતા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટી અડચણ ઉભી થઇ છે. મોરબી અને ટંકારા માટે સંયુક્ત એક મગફળીની ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રમાં આજે ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જો કે આ ટેકાના ભાવે મગફળીનું મોરબી અને ટંકારા માટેનું એક જ કેન્દ્ર છે આ કેન્દ્ર મોરબીમાં છે અને આજે મોરબીના આ ટેકાના ભાવે મગફળીના કેન્દ્રમાં આજે ફરી ખરીદી શરૂ થતાં મોરબી અને ટંકારના કુલ મળીને 40 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. પણ મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં અણઘડ નિયમો હોવાને કારણે ટંકારના એકપણ ખેડૂત આવ્યા ન હતા. જ્યારે મોરબીમાંથી 8 ખેડૂતો મગફળી લઈને વેચવા આવ્યા હતા. જેમાંથી માત્ર બે જ ખેડૂતની મગફળીની ખરીદી થઈ હતી. બાકીના છ ખેડૂતની મગફળીની ખરીદી થઈ ન હતી. ઘણા ખેડૂતો ટેકાના ભાવની ખરીદીનો લાભ લેવા ઈચ્છે છે. પણ આકરી શરતોના કારણે એકાદ બે ખેડૂતોની જ મગફળીની ખરીદી થતી હોય મોટાભાગના ખેડૂતો નિસાસા સાથે ઉદાસીન રહે છે.

- text

ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું હતું કે ટેકાના ભાવેની ખરીદીમાં નિયમો એટલા બધા જડ છે કે, મોટાભાગના ખેડૂતો ખરીદીથી વંચિત રહે છે. જેમાં અધિકારીઓ મગફળીના ઢગલા કરવાનું કહે છે. ત્યારબાદ ચકાસણી કરીને જ ખરીદી કરવાનો જડ નિયમ બનાવ્યો છે. ખેડૂતોને ઢગલા કરવામાં મોટી મહેનત થાય તેમ છે અને એમાં ઘણી મુશ્કેલી થતી હોય ખેડૂતો મગફળીના ઢગલા કરવાનો વિરોધ કર્યો છે. ઢગલો કર્યા બાદ મગફળી રીજેક્ટ થાય તો મહેનત માથે પડે છે. જો કે અગાઉ એકપણ ખેડૂતની ટેકાના ભાવે ખરીદી થઈ ન હતી. વરસાદના કારણે બંધ રહ્યા બાદ આજે ફરીથી ટેકાના ભાવે ખરીદી ચાલુ થતા અને એમાં માત્ર બે જ ખેડૂતની મગફળીની ખરીદી થતા ખેડૂતોએ અણઘડ નિયમો સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

- text