મોરબીની સિવિલમાં લેબોરેટરી વિભાગમાં અવ્યવસ્થાના કારણે દર્દીઓને ભારે હાલાકી

- text


પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે લાઈનમાં ઉભા રહેવાથી દર્દીઓ વધુ માંદા પડે તેવી નોબત : સ્ટાફ ઘટની પણ મોટી સમસ્યા

મોરબી : મોરબી જિલ્લાના હજારો ગરીબ દર્દીઓને સ્પર્શતી એકમાત્ર મોરબીની સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્રના પાપે અસુવિધાઓ એટલી હદે છે કે દર્દીઓમાં આ હોસ્પિટલમાં અસુવિધાઓથી ભરમાર હોવાનું છાપ ઉપસી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી માટે દરરોજ હજારોની ભીડ ઉમટી પડે છે. પણ સિવિલ હોસ્પિટલના લેબોરેટરી વિભાગમાં વ્યસ્થાનો અભાવ હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેથી, લાઈનમાં ઉભા રહેવાથી દર્દીઓ વધુ માંદા પડે તેવી નોબત આવી છે.ઉપરથી સ્ટાફની પણ મોટી અછત હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મોરબીમાં ચોમાસાને કારણે વરસાદી વાતાવરણ અને ગંદકીથી છેલ્લા બે માસથી રોગચાળાનું જોર ઉતરોતર વધી રહ્યું છે. ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન જન્ય બીમારીઓ ધરેઘરે ફેલાઈ ગઈ છે અને લોકો માંદગીનો શિકાર બન્યા છે. આવી સામન્ય બીમારીઓમાં પણ ડોકટર લેબોરેટરી ટેસ્ટ કરવાની સલાહ આપે છે. તેથી, હોસ્પિટલમાં લેબોરેટરી ટેસ્ટ માટે દર્દીઓની ભારે ભીડ રહે છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી માટે છેલ્લા બે મહિનાથી દરરોજ હજારોની ભીડ ઉમટી રહી છે. જોકે સિવિલમાં લેબોરેટરી માટે નોટબંધી જેવી લાઈનો લાગે છે. પણ અસુવિધાઓમાં નંબર વન રહેતી સિવિલ હોસ્પિટલના લેબોરેટરી વિભાગમાં ફરીએક વખત પ્રાથમિક અસુવિધાઓને કારણે દર્દીઓ કફોડી હાલતમાં મુકાયા છે.

- text

સિવિલ હોસ્પિટલના લેબોરેટરી વિભાગમાં લોકોની મોટી ભીડ સામે પ્રાથમિક સુવિધાના કોઈ ઠેકાણા જ નથી. લેબોરેટરી વિભાગમાં છાપરા જેવી કોઈ સુવિધા જ નથી. જોકે ભીડ વધુ હોવાને કારણે દર્દીઓને આશરે દોઢ કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેથી, દર્દીઓ દુવિધાના કારણે વધુ માંદા પડે તેવી સ્થિતિ ઉદભવી છે. બેસવા સહિતની પ્રાથમિક સુવિધા જ નથી. દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે.તેથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

લેબોરેટરીમાં સ્ટાફ ઘટની મોટી સમસ્યા

આટલી અસુવિધાઓ ઓછી હોય તેમ લેબોરેટરી વિભાગમાં સ્ટાફ પણ ઓછો છે.આ લેબોરેટરીમાં એક પેથોલોજીસ્ટ, માઇકો બાયોલોજી, બાયો કેમેસ્ટ્રી હોવા જોઈએ. તેની જગ્યાએ હાલ એક જ પેથોલોજીસ્ટના સહારે જ આખી લેબોરેટરી ચાલે છે. ઉપરાંત, વધારાનું બ્લડ બેન્ક ચલાવવામાં આવે છે. પણ તેમાં અલાયદો સ્ટાફ જ નથી. આ ઉપરાંત લેબ ટેકની જગ્યા પણ એક જ ભરેલી છેબાકીના 6 કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર છે. અત્યારની સિચ્યુએશન પ્રમાણે જિલ્લાની આ બ્લડ બેંકમાં 16 લેબ ટેક.2 પેથોલોજીસ્ટ, સહિતનો 20થી વધુ સ્ટાફ જોઈએ. એની સામે હાલ માત્ર 9નો જ સ્ટાફ છે. તેથી, દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્ટાફને પણ કામનું સતત ભારણ થઈ છે. દરરોજના 1700 જેટલા લોકો બે માસથી લેબોરેટરી કરવા આવે છે.

ડેન્ગ્યુના છેલ્લા મહિનામાં 215 જેટલા કેસ નોંધાયા

જ્યારે ઓક્ટોબર માસમાં 40 હજાર જેટલા લોકોના લેબોરેટરી ટેસ્ટ થયા છે.સિવિલ હોસ્પિટલમાં રોગોના થયેલા લેબોરેટરી ટેસ્ટની આંકડાકીય વિગત મુજબ ઓક્ટોબર માસમાં સાદો મેલેરીયા 25, ઝેરી મેલેરીયા 11 કેસ નોંધાયા હતા અને ડેન્ગ્યુના કેસમાં ઓક્ટોબર માસમાં 658ના રિપોર્ટ કરાય હતા.એમાંથી 215 કેસ નોંધાયા છે.જ્યારે સપ્ટેમ્બર માસમાં 34651 લેબોરેટરી ટેસ્ટ કરાયા હતા.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text