મોરબી : રૂ. 1,99,000ના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

- text


મોરબી : મોરબી તાલુકાના ગુંગણ ગામના દેવેન્દ્રસિંહ વાસુદેવસિંહ જાડેજા પાસેથી મોરબીના રવાપર રોડ ઉપર પારકર ધ ફેમિલી શોપ ચલાવતા કેવલભાઈ કિરીટભાઈ પંડ્યાએ રૂ. રૂ. 1,99,000ના હાથ ઉછીના લીધેલા હતા. જે રકમનો ચેક આરોપી કેવલભાઈએ ફરિયાદી દેવેન્દ્રસિંહ નામનો આપેલો હતો. જે ચેક બેંકમાં રજુ કરતા બાઉન્સ થયો હતો. તેથી, વર્ષ 2014 દરમિયાન દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા ચેક રિટર્નની ફરિયાદ મોરબીની નામદાર અદાલતમાં દાખલ કરવામાં આવેલ હતી. જે કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે 08/11/2019ના ચુકાદો આપ્યો હતો. જે ચુકાદા મુજબ કોર્ટે કેવલભાઈ કિરીટભાઈ પંડ્યાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમની ડબલ રકમનો દંડનો હુકમ કરેલ હતો. આ કેસમાં ફરિયાદી વતી વકીલ તરીકે ભાવેશ ડી. ફૂલતરીયા તથા રાજેશભાઈ જે. જોશી રોકાયેલ હતા.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text