મોરબીમાં પ્રાણી સંગ્રહાલય બનાવવાની માંગણી : સરકારમાં રજુઆત કરાઈ

- text


મોરબી : મોરબીની સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે. ડી. બાવરવા દ્વારા પ્રાણી સંગ્રહાલય બનાવવા અંગે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆત અનુસાર સરકાર દ્વારા મોરબીને જીલ્લો બનાવવામાં આવેલ છે. મોરબી જિલ્લો એક ઉદ્યોગિક રીતે વિકસતો જીલ્લો છે. સીરામીક ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગ, કોટન ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ સહીત વિવિધ ઉદ્યોગોસભર મોરબી જીલ્લો દિવસેને દિવસે વિકસી રહ્યો છે. વિકસતા ઉદ્યોગોને કારણે અન્ય શહેરોમાંથી લોકો રોજી રોટી રળવા માટે મોરબીમાં આવીને વસવાટ કરે છે. જેના કારણે મોરબીની વસ્તી સતત વધતી રહે છે. આ વધતી વસ્તીના કારણે સ્કુલ કોલેજો પણ નવી નવી બનતી રહે છે. પરંતુ આવા વિકસતા જીલ્લામાં પ્રાણી સંગ્રહાલય હોવું જોઈએ. તે માટે સરકાર સહયોગ ઈચ્છે તો સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ અને એશોશિયેશનોનો સહયોગ પણ મળી રહે તેમ છે.

- text

આ પ્રાણી સંગહાંલય બનવાથી નાના બાળકો તેમજ પરિવારના લોકો તેની મુલાકત લઇ અને મનોરંજન સાથે જ્ઞાનનો વિકાસ કરી શકશે. તેથી, સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે. ડી. બાવરવા દ્વારા પ્રાણી સંગ્રહાલય બનાવવા અંગે નાયબ મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી હતી. આ અરજીની નકલ ગુજરાત વિધાનસભા પરેશભાઈ ધાનાણી મોકલવામાં આવી હતી.

- text