મોરબી : ગોરખીજડિયા ગામે ત્રણ વડીલોનું ધામધૂમથી જીવતું જગતિયું ઉજવાયું

- text


ગોરીયા પરિવારે વડીલોની ઈચ્છા અનુસાર દાડા અને ઉતરક્રિયાની પરંપરામાં ક્રાંતિકારી ચીલો ચાતર્યો : એક સાથે ત્રણ વડીલોનું જીવતું જગતિયું ઉજવાતા સમગ્ર ગામમાં દિવાળી જેવો ઉત્સવ છવાયો

મોરબી : આદિકાળથી દરેક મનુષ્યના મૃત્યુ પછી ઉત્તરક્રિયા, દાડો કરવાનો રિવાજ ચાલ્યો આવે છે. ત્યારે મોરબીના ગોર ખીજડિયા ગામે ગોરીયા પરિવારે આ રિવાજ ઉત્તરક્રિયા-દાડામાં ક્રાંતિકારી ચીલો ચાતર્યો છે. ગોરીયા પરિવારે ત્રણ વડીલોની ઈચ્છા અનુસાર ત્રણેય વડીલોનું જીવતું જગતિયું ધામધૂમથી ઉજવ્યું હતું. સમસ્ત ગામને ધુમાડા બંધ જમાંડયું હતું. ગોરીયા પરિવારના ત્રણ વડીલોનું એક સાથે ભવ્ય રીતે જીવતું જગતિયું ઉજવાતા સમગ્ર ગામમાં દિવાળી જેવો ઉત્સવ છવાયો હતો.

- text

મોરબીના ગોર ખીજડિયા ગામે રહેતા ગોરીયા પરિવારના ત્રણ વયોવૃદ્ધ વડીલો ગંગારામભાઈ મનજીભાઈ ગોરીયા (100 વર્ષ), જીવરાજભાઈ મનજીભાઈ ગોરીયા (ઉ.વ.98) અને વજીબેન જીવરાજભાઈ ગોરીયા(ઉ.વ.97) નું જીવતું જગતિયું ધામધૂમથી ઉજવાયું હતું. આ અંગે ગોરીયા પરિવારના સદસ્ય યશપાલભાઈ ગોરીયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, અમારા પરિવારના આ ત્રણેય વડીલો ઘેઘુર વડલા સમાન છે. આ વડીલીના જીવન ધડતરના ઉમદા સંસ્કારોને કારણે આજે સમગ્ર પરિવાર એમના આશીર્વાદથી તેમની છત્રછાયામાં આનંદ કિલ્લોલ કરે છે. આ ત્રણ વડીલોના માનવ સેવા એજ પ્રભુ સેવા અને ઉમદા ચારિત્ર્ય ધડતરને સમગ્ર ગોરીયા પરિવાર આત્મસાત કરીને સારું જીવન વ્યતીત કરી રહ્યા છે. ગોરીયા પરિવારના વડીલ ગંગારામબાપા 100 વર્ષના છે અને ગંગારામબાપાના ભાઈ જીવરાજબાપાની ઉમર ઉ.વ.98 છે અને જીવરાજબાપાના પત્ની વજીબેનની ઉમર ઉ.વ.97 છે.

આ ત્રણેય વડીલોએ તેમના પરિવાર સમક્ષ તેમની હયાતીમાં જીવતું જગતિયું ઉજવવાની ઈચ્છા ચ્યક્ત કરી હતી. આથી વડીલોના પડ્યા બોલ ઝીલતા સમગ્ર પરિવારે વડીલોની આ વાતને ઉત્સગભેર વધાવી લીધી હતી અને ગોરીયા પરિવારે આ ત્રણેય વડીલોની જીવતું જગતિયું ધામધૂમથી ઉજવાનું આયોજન કર્યું હતું. જેમાં ત્રણેય વડીલોને ફુલહાર કરી આદરભેર બગીમાં બેસાડીની વાજતે ગાજેતે ગામમાં ફૂલેકુ કાઢ્યું હતું.જેમાં સમગ્ર ગામ જોડાયું હતું અને પરિવારના દીકરા વહુ તથા બેન દીકરીઓ સહિતના સમગ્ર પરિવારના સભ્યો ઉમંગથી રાસ ગરબે રમ્યા હતા. તેમજ ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે સમસ્ત ગામને ધુમાડાબંધ જમાડવામાં આવ્યું હતું. વધુમાં તેઓ ઉંમરે છે કે, ગંગારામબાપા 100 વર્ષની ઉંમરે પણ કડેઘડે છે. તેમનું આરોગ્ય એકદમ નિરોગી છે અને સાદો ખોરાક લઈને સાદું જીવન જીવે છે.તેઓ 10 વર્ષ ગામના સરપંચ રહી ચૂક્યા છે અને મોરબીના માજી ધારાસભ્ય ગોકળદાસ પરમારની સાથે જ રાજકીય ક્ષેત્રે જોડાઈને પ્રજાલક્ષી કામો કર્યા છે. ગંગારામબાપા અને ગોકળદાસ પરમાર રાજકીય ક્ષેત્રેથી લોકસેવાના ઉમદા કામો કરવાની સાથે બન્ને સારા મિત્ર પણ છે. તેથી જ તેમના આજે જીવતા જગતિયામાં ગોકળદાસ પરમારે હાજરી આપી હતી.

- text