મોરબીના બગથળા ગામે તલાટી મંત્રીની અચાનક બદલી થતા ગ્રામજનોમાં રોષ

- text


ગ્રામ પંચાયતે ડીડીઓને આવેદનપત્ર આપીને આ તલાટીનો બદલી ઓર્ડર રદ કરીને ફરી બગથળા ગામમાં નિમણૂક કરવાની માંગ કરી

મોરબી : મોરબીના બગથળા ગામે તલાટી મંત્રીની બદલી થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.બગથળા ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ ડીડીઓને આવેદન પત્ર પાઠવી આ તલાટી મંત્રી નિષ્ઠાવાન હોય અને ગામના હીત માટે જ કામ કરતા હોવાનું જણાવીને આવા નિષ્ઠાવાન તલાટી મંત્રીનો બદલી ઓર્ડર રદ કરી ફરી આજ ગામમાં નિમણૂક કરવાની માંગ કરી છે

- text

મોરબીના બગથળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ આજે મોરબી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે,બગથળા ગામના તલાટી મંત્રી યુ.કે.ચંદ્રાસલાની બદલી બગથળા ગામમાંથી પાનેલી ગામમાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ તલાટી મંત્રી નિષ્ઠાવાન અને લોકહિતના સતત કામો કરતા હતા અને સતત ગામલોકોને સંપર્કમાં રહીને રાત દિવસ જોયા વગર ગામના વિકાસ કામો અને ગામલોકોના પ્રશ્નો ઉકેલવામાં હર હમેશ સક્રિય રહે છે.આવા નિષ્ઠાવાન તલાટી મંત્રી આજદિન સુધી તેમના ગામને મળ્યા નથી.જ્યારે આ ગામ મોટું હોય અને તેમના ગામનો સાંસદ આર્દશ ગામ યોજનોમાં સમાવેશ થયો હોય તથા ઘણા વિકાસ કામો.કરવાના બાકી હોય તેથી આવા નિષ્ઠાવાન તલાટી મંત્રીથી ગામના વિકાસ કામોને વધુ વેગ મળશે તેથી બગથળા ગામના હિતને ધ્યાને લઈને આ તલાટી મંત્રીનો તાત્કાલિક બદલીનો હુકમ રદ કરી ફરી તેમના ગામમાં જ નિમણૂક આપવાની માંગ કરી છે.

- text