મોરબી : ખાતેદારો રેવન્યુ રેકર્ડના હકકપત્રકમાં ક્ષતી સુધારવા ઓનલાઇન અરજી કરી શકશે

- text


ઓનલાઈન અરજી અંગે મુશ્કેલી જણાય તો મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્ર ખાતેથી માર્ગદર્શન મેળવવા અનુરોધ

મોરબી : સરકાર દ્રારા મહેસૂલી વહીવટને કમ્પ્યુટરાઈઝડ, સલામત અને ઝડપી બનાવવા માટે હક્કપત્રકમાં ‘’વારસાઈ’’ અંગેની ફેરફાર નોંધની અરજી તથા હસ્તલિખિત રેકર્ડનું કમ્પ્યુટરાઈઝેશન કરતી વખતે ક્ષતી રહી ગયેલ હોય તેવા કિસ્સામાં ખાતેદારોની સુવિધા માટે ક્ષતી સુધારણા માટેની અરજી ઓનલાઈન કરવા નિર્ણય કરવામાં આવેલ છે. ખાતેદારોને રેવન્યુ રેકર્ડ હક્ક્પત્રકે ક્ષતી સુધારણા કરવા અને વારસાઈ નોંધ દાખલ કરવા માટે ઓનલાઈન સુવિધાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા મોરબી કલેકટર જે. બી. પટેલ દ્વારા મોરબીના ખાતેદારોને અનુરોધ કરવામાં આવે છે.

ખેતીની જમીનમાં વારસાઈ દાખલ કરવાની અરજી ઓનલાઈન કરવા બાબત ઓનલાઈન વારસાઈ નોંધની અરજી કરવા માટે અરજદારે iORA.gujarat.gov.in વેબસાઈટ પર અરજીના પ્રકારમાં ‘ઓનલાઈન વારસાઈ નોંધ માટેની અરજી’ એ વિકલ્પ પસંદ કરી, શ્રુતિ ફોન્ટમાં વિગતો દાખલ કરી જરૂરી આધારો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. આ માટેની કાર્યપધ્ધતિ અને સુચનાઓ ઉકત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જરૂરી વિગતો/ માહિતી માટે સબંધીત મામલતદાર કચેરી તેમજ પ્રાંત અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

- text

ઓનલાઈન ક્ષતી સુધારણાની અરજી કરવા માટે અરજદારે iORA.gujarat.gov.in વેબસાઈટ પર અરજીના પ્રકારમાં ‘ક્ષતી સુધારણા માટેની અરજી’ એ વિકલ્પ પસંદ કરી, શ્રુતિ ફોન્ટમાં જરૂરી વિગતો દાખલ કરી, પ્રમાણિત કરેલ આધારો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. આ અરજીમાં સુધારવાપાત્ર વીગતો સ્પષ્ટ દર્શાવવી જરૂરી છે. ઉપરોક્ત સુવિધા ટુંક સમયમાં શરૂ થનાર છે.

ઓનલાઈન અરજી અંગે મુશ્કેલી જણાય તો મામલતદાર કચેરી ‘’ઈ-ધરા કેન્દ્ર’’ ખાતેથી આ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.તેમ નિવાસી અધિક કેલેરટર કેતન પી.જોષીની યાદીમાં જણાવાયું છે.

 

- text