વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં 40 કલાક કામગીરી કરનાર કર્મચારીઓને કલેકટરે બિરદાવ્યા

- text


મહા વાવાઝોડાના કારણે ત્રણ દિવસથી બંધ રહ્યા બાદ આજથી યાર્ડમાં રાબેતા મુજબ હરરાજી શરૂ

વકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેરનું માર્કેટીંગ યાર્ડ આજથી ધમધમી ઉઠ્યું હતું.મહા વાવાઝોડાની આગાહીને પગલે સાવચેતીના ભાગરૂપે વાંકાનેર યાર્ડ ત્રણ દિવસ બંધ રાખવામાં આવ્યું હતું.ત્યારે હવે મહા વાવાઝોડાનો ખતરો ટળતા આજથી વાંકાનેર યાર્ડની રાબેતા મુજબ વિવિધ પાકોની હરરાજી કરવામાં આવી હતી.

મહા વાવાઝોડાના ભય બાદ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ફરી આજથી રાબેતા મુજબ હરરાજીની કામગીરી શરૂ કરવામાં આવી છે.મહા વાવાઝોડાની આગમચેતી રૂપે તારીખ ૬ અને ૭ દરમિયાન વાંકાનેર યાર્ડ સંપૂર્ણ બંધ રખાયું હતું.તારીખ પ ના રોજ ખેડૂતોએ દોઢો માલ લઈ આવતાં યાર્ડ ના કર્મચારીઓએ સતત ૪૦ કલાક કામગીરી કરી ખેડૂતોના માલનો નિકાલ કર્યો હતો.જેથી મોરબી જિલ્લા કલેકટર દ્વારા યાર્ડની કામગીરીની નોંધ લઇ કર્મચારીઓને બિરદાવ્યા હતા.ત્યારે આજથી વાંકાનેર યાર્ડમાં ફરી ધમધમાટ શરૂ થયો હતો.જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં મોરબી જીલ્લાનો સૌથી વધુ કપાસની આવક થાય છે.અંદાજિત આઠથી દસ લાખ મણ કપાસ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં હરરાજી માટે ખેડૂતો લઈ આવે છે.

- text

- text