મોરબીમાં વીજ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદન આપ્યું

- text


પડતર પ્રશ્ને સરકાર નમતું ન જોખે તો 14મીએ માસ સીએલ અને 20મીએથી અચોકસ મુદતની હડતાલનું એલાન

મોરબી: સમગ્ર રાજ્યની સાથે મોરબીમાં વીજ કર્મચારીઓની પડતર પ્રશ્ને રાજ્ય સરકાર સામે તબક્કાવાર લડત ચાલી રહી છે.જેમાં આજે વીજ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને કલેકટર અને એસ.પી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમના પડતર પ્રશ્નનું નિરકારણ ન આવે તો 14 મીએ માસ સીએલ અને 20મીએથી અચોકસ મુદતની હડતાલનું એલાન કર્યું છે.

- text

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા 55 હજારથી વધુ વીજ કર્મચારીઓ અને અધિકારીઓના સામુહિક લાભો જેવા કે, સાતમા વેતન પંચની અમલવારી,મળવાપાત્ર એચ.આર.એ.અને એલાઉન્સ,સ્ટાફ ઘટ, મેડિકલ સ્કીમ સુધારવી,હક્ક રજા પૈસા રોડકમાં ચૂકવી આપવા સહિતના પડતર પ્રશ્ને લાંબા સમયથી રાજ્ય સરકાર દ્વારા ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે. આ પડતર પ્રશ્ને વારંવાર રજુઆતો છતાં સરકાર વીજ કર્મચારીઓ અને અધિકારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોઈ તસ્દી લીધી નથી.સરકારની ઘોર ઉપેક્ષાના કારણે વીજ કર્મચારીઓ અને અધિકારીઓએ સરકારને ઢંઢોળવા માટે મોરચો માંડ્યો છે અને સમગ્ર રાજ્યની સાથે મોરબીના વીજ કર્મચારીઓએ દિવાળી પછી પોતાના પડતર પ્રશ્ને તબક્કાવાર લડતના મંડાણ કર્યા છે.દરમિયાન આજે મોરબીના વીજ કર્મચારીઓએ કલેકટર અને એસ.પી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરી હતી અને પડતર પ્રશ્નો ન ઉકેલાય તો આગામી 14 મીએ માસ સીએલ અને 20મીએથી અચોકસ મુદતની હળતાલનું એલાન કર્યું છે.

- text