મોરબી : ચેપ્ટર કેસમાં સાઢુંભાઈને છોડાવ્યાના ખાર રાખી વકીલ દંપતી પર હુમલો

- text


એક શખ્સ સામે એ ડિવિજનમાં ગુનો નોંધાયો

મોરબી : મોરબીમાં પોતાના સાઢુંભાઈને ચેપ્ટર કેસમાં છોડાવ્યાનો ખાર રાખીને એક શખ્સે વકીલ દંપતી પર હુમલો કર્યો હતો.વકીલે આ બનાવની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કૌશિકભાઇ અમ્રુતલાલ ભટ્ટ ઉ.વ ૫૨ ધંધો વકીલાત રહે.વસંતપ્લોટ શેરી નંબર ૩ મોરબીએ
મોહનભાઇ ડુંગરભાઇ ડાભી સતવારા રહે.વાઘપરા શેરી-૭ મોરબીવાળા સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૪/૧૧/૨૦૧૯ના પોણા અગીયારેક વાગ્યા ના અરસામા મોરબી રવાપર રોડ ચકીયા હનુમાન પાસે ફરીયાદીની ઓફીસ પાસે બનેલા આ બનાવમાં આરોપી ફરીયાદીની ઓફીસ પાસે જઇ ફરીયાદીને ગાળો આપીને તેના સાઢુભાઇને અગાઉ ચેપ્ટર કેસમા છોડાવ્યા હોય અને કેસમા મદદ કરી હોય જેનો રાગદ્રેશ રાખી ફરીયાદીને ડાબા હાથના કાંડા ઉપર એક લાકડીનો ઘા મારી મુંઢ ઇજા પહોચાડી હતી.તેમજ વકીલના પત્ની છોડાવવા વચ્ચે પડતા તેમને પણ લાકડીથી માર મારી મુઢં ઇજા કરી હતી. આ બનાવની વકીલે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text