મોરબી જિલ્લા પંચાયત ખાતે વિવિધ આરોગ્ય સેવા બાબતે તબીબો સાથે મીટીંગ યોજાય

- text


મોરબી : ગઇકાલે મોરબી જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જેમ. એમ. કતીરાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લામાં બાલસખા-3 અને કરારબદ્ધ થયેલ હોસ્પિટલના ડોક્ટરોની મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં આ યોજનાઓ હેઠળ કરારબદ્ધ હોસ્પિટલોમાં થતી કામગીરી અને એડિટરને આપવામાં આવતી સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

- text

આ ઉપરાંત, ભારત સરકારની ક્વોલિટી ઇમ્પ્રૂવમેન્ટ કાર્યક્રમ અંતર્ગત નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડની ગાઈડ લાઈન મુજબ બાળસખા-3 યોજના હેઠળ કરારબદ્ધ હોસ્પિટલોમાં તથા ચિરંજીવી યોજનામાં કરારબદ્ધ હોસ્પિટલમાં ‘લક્ષ્ય’ અંતર્ગત પ્રસુતિ ગૃહ અને મેટર્નલ ઓપરેશન થિયેટરમાં સરકાર દ્વારા નિયત કરેલા ક્વોલિટીના ધારા-ધોરણો અનુસાર તમામ સુવિધાઓ બાબતે જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયા તથા જિલ્લા RCH અધિકારી ડો. વિપુલ કારોલીયા દ્વારા ચર્ચા કરવામાં આવેલ હતી.

વિપુલ કરોલીયાએ જણાવ્યું હતું કે આ તમામ કરારબદ્ધ હોસ્પિટલોમાં જિલ્લા કક્ષાએથી તથા રિજિનિયોલ કક્ષાએથી સમયાંતરે ઉપલબ્ધ સેવાઓ અને અન્ય સુવિધાઓની ચકાસણી કરવામાં આવશે. તેમજ ડો. જેમ. એમ. કતીરા દ્વારા હાલમાં ‘મહા’ વાવાઝોડા સંદર્ભે તમામ તાત્કાલિક સારવાર જરૂરિયાતના સમયે ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવેલ હતી. જે બાબતે ઉપસ્થિત તમામ ડોક્ટરોએ જરૂરી તમામ સેવાઓ આપવા તત્પરતા દર્શાવેલ હતી.

- text