ગૌશાળાના લાભાર્થે લાલપર પ્રીમિયર લીગ સીઝન – 2નું આયોજન

- text


- text

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે લાલપર ગામના આગેવાનો દ્વારા રામરાજ ગૌશાળાના લાભાર્થે રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ – લાલપર પ્રીમિયર લીગ સીઝન – 2 યોજવામાં આવી છે. જેમાં 96 ટીમ ભાગ લેશે. એન્ટ્રી ફી 8500 રૂ. છે. આ ટુર્નામેન્ટ આગામી તા. 25 નવેમ્બરથી શરુ થશે. ફોર્મ મોકલવાની છેલ્લી તા. 20 નવેમ્બર છે. ફોર્મ રાજલ પાન, લાલપર ખાતે તથા મોરબીમાં શનાળા રોડ ખાતે વિશાલ સ્ટોર ભીમાણી જનરલ સ્ટોર તેમજ રફાળેશ્વરમાં સરદાર હાર્ડવેર ખાતેથી મેળવી શકાશે. વધુ વિગત માટે વિપુલ બરાસરા મો. નં. 99135 28613 પર સંપર્ક કરવાનો રહેશે.

- text