વાંકાનેરમાં ડેન્ગ્યુથી એક યુવાનનું મોત

- text


અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 70 થી વધુ કેસો નોંધાયા હોવા છતાં સબ સલામત હોવાના તંત્રના પોકળ દાવા

વાંકાનેર : આજે ડેન્ગ્યુના કારણે વાંકાનેરના એક વાણંદ યુવાનનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ વાંકાનેરમાં જીનપરા મેઈન રોડ ઉપર લીમડાચોક ખાતે દેવ જેન્સ પાર્લર નામે પાર્લર ચલાવતા પ્રવીણભાઈ ગોરધનભાઈ રાઠોડ ઉંમર વર્ષ 46ને થોડા સમયથી તાવ આવતો હતો જેમની તપાસ કરાવતાં ડેન્ગ્યુ હોવાનું માલુમ થયું હતું તેમનું રાજકોટની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એક અઠવાડિયાની સારવાર બાદ મોત નીપજ્યું છે.

પ્રવિણભાઇ રાઠોડ એ દેવ જેન્ટસ પાર્લરના માલિક હતા અને જીનપરા ચોક ખાતે આવેલ દેવ હેર સ્ટાઈલ વાળા ગિરીશભાઇ અને રાજુભાઈના ભાઈ થાય અને પ્રવીણભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુએ દેખા દીધી છે પરંતુ મોટાભાગના કેસો પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા હોય સરકારી ચોક્કસ આંકડો બહાર આવતો નથી. સરકાર તરફથી પાણીજન્ય રોગો માટે અને મચ્છરોનો ઉપદ્રવને અંકુશમાં રાખવા માટે લાગતા વળગતા તંત્રને સ્પષ્ટ સૂચના આપેલ હોવા છતાં લાગત તંત્ર દ્વારા અસરકારક પગલાં ન લેવાતાં ડેન્ગ્યુનો ઉપદ્રવ વધ્યો છે. વાંકાનેર શહેરી વિસ્તારની સૌથી નજીકનું ગામ ચંદ્રપુર ખાતે આવેલ ભાટીયા સોસાયટીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 70 કરતા વધુ કેસો પોઝિટિવ આવેલા છે તેમ છતા તંત્ર દ્વારા આજ સુધી ભાટીયા સોસાયટીમાં અસરકારક પગલા ભરેલ નથી ફક્ત એક વખત નિશાળ ચોકમાં મચ્છરોનો નાશ કરવા માટે ફોગીગ કરાવેલ પરંતુ આખી સોસાયટીમાં મચ્છરનો ત્રાસ હોય સ્વચ્છતા રાખવી જરૂરી છે.

- text