પોપટ પરિવારે દિકરી જન્મના વધામણાં કર્યા

- text


મોરબી : “દિકરો દિકરી એક સમાન”ની વિચારધારા સમાજમાં પ્રસરી રહી છે જે નિષ્પક્ષ સમાજની રચના માટે જરૂરી મનાયું છે. લોકોમાં આવેલી જાગૃતિને કારણે હવે પુત્ર-પુત્રીનો ઉછેર સમાન રીતે કરવામાં આવી રહ્યો છે. જો કે આમ છતાં ભારતમાં હજુ પણ સ્ત્રી જન્મદરનો રેશિયો પુરુષ જન્મદર કરતા અન્ય દેશોની તુલનાએ ઓછો છે ત્યારે મોરબીના પોપટ પરિવારમાં બીજી પુત્રીના જન્મના વધામણાં કરવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

- text

મોરબીમાં રહેતા મોહિતભાઈ પોપટના ઘેર 2 નવેમ્બરના રોજ પુત્રીનો જન્મ થતા પરિવારે હોસ્પિટલ ખાતેથી ઘેર પધારેલી દિકરી માટે ફૂલોની રંગોળી કરી ઘર શણગાર્યુ હતું અને નવજાત પુત્રીના કંકુ પગલાં કરી ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોહિતભાઈ પ્રથમથી 7 વર્ષની પુત્રીના પિતા તો છે જ, ત્યારે બીજી પુત્રીના જન્મ નિમિત્તે પણ તેઓએ હરખ વ્યક્ત કરવા ખાસ આયોજન કર્યું હતું. જેને પરિવારના દરેક સભ્યોએ આવકાર્યું હતું અને સમાજમાં લિંગભેદ નીતિમાં માનતા લોકોને એક પ્રેરક સંદેશ પૂરો પાડ્યો હતો.

- text