ટંકારા અને મોરબીમાં સ્મશાનમાં રાત્રીના ભજન,ભોજન અને ભજીયા પાર્ટીના આયોજનો થયા

- text


વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સ્મશાનમાં કાળી ચૌદશની અનોખી ઉજવણી : ટંકારામાં મેલીવિધા અને ભૂતપ્રેતની સ્માશન યાત્રા કાઢી કાળી ચૌદશની અંધશ્રદ્ધાને તિલાંજલિ અપાઈ : મિતાણાં, ઘૂંનડા, મહેન્દ્રનગર સહિતના ગામોમાં સ્મશાનમાં કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબી અને ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્મશાનમાં કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા, મિતાણાં, ઘૂંનડા, મહેન્દ્રનગર સહિતના ગામોમાં સ્મશાનમાં કાર્યક્રમો યોજાયા હતા. ટંકારા સ્મશાનમાં જન જાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે ટંકારા ખાતે જન વિજ્ઞાન જાથાએ કાળી ચૌદશની ગેરમાન્યતાઓ અને કુરિવાજોને તિલાંજલી આપી હતી.જેમાં મેલી વિદ્યા ભૂત-પ્રેત અને ધતિંગ ની સ્મશાન યાત્રાને મહિલાઓએ કાંધ આપીને કાલી ચૌદશની ગેરમાન્યતાને તિલાંજલિ આપવાનો હકારાત્મક પ્રયાસ કર્યો હતો.

સામાન્ય રીતે દેશભરમાં કાળી ચૌદસ નિમિત્તે ભૂત-પ્રેત ને મેલી વિદ્યાઓ તેમજ અને અંધશ્રદ્ધા લોકોમાં જોવા મળતી હોય છે કકડાટ કાઢવા, વડા મુકવા, સ્મશાનમાં મહિલાઓએ ન જવા જેવી અનેક ગેરમાન્યતા ઘર કરી ગઈ છે. ત્યારે આ ગેરમાન્યતાને દૂર કરવા જન વિજ્ઞાન જાથા અનેક જાગૃતી કાર્યક્રમ કરવામાં આવતાં હોય છે કાળી ચૌદસ નિમિતે ટંકારામાં જાથા દ્વારા રાજય કક્ષાનૉ જાગૃત કાર્યક્રમ યોજાયો હતો.

- text

જેમાં આર્ય સમાજ અને ટંકારા ગામના લોકો સાથે યોજાયેલ કાર્યક્રમમાં ટંકારાનાં આર્ય સમાજ ચોક ખાતેથી મેલી વિદ્યાની નનામી કાઢવામાં આવી હતી. જેને મહિલાઓ અને યુવતીઓએ નનામીને કાંધ આપી હતી ભૂતના મોહરા પહેરી બાળકો અને ટંકારાવાસીઓએ સાથે મળી રેલી કાઢી હતી. જે બાદ સ્મશાન યાત્રામાં જોડાયા હતા. સામાન્ય રીતે સ્મશાનમાં મહિલાઓ પ્રવેશ કરતી નથી જો કે સ્મશાનમાં મહિલાઓ પ્રવેશી હતી. અને મેલીવિદ્યાની નનામીને પણ અગ્નિદાહ આપ્યો હતો. આ ઉપરાંત સ્મશાનમાં જ ચા નાસ્તો બનાવી આરોગવામા આવ્યા હતા. આ ઉપરાંત જયંત પંડ્યા અને તેમની ટીમ દ્વારા મેલીવિદ્યા કે અન્ય ધતિંગ સમયે કરવામાં આવતા જાદુ પણ આ પણ વિજ્ઞાનની મદદથી કેવી રીતે થઈ શકે તે અંગે પ્રત્યક્ષ બતાવ્યા હતા અને ગેરમાન્યતાઓ મૂકી વિજ્ઞાનને અપનાવવા અપીલ કરી હતી. આ જાગૃત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે આ ઉપરાંત મિતાણાં, ઘૂંનડા, મહેન્દ્રનગર સહિતના ગામોમાં સ્મશાનમાં કાર્યક્રમો યોજાયા. જેમાં સ્મશાનમાં રાત્રીના ભજન, ભોજન અને ભજીયા પાર્ટીના આયોજનોની સાથે વિવિધ જનજગૃતિલક્ષી કાર્યક્રમો યોજાયા હતા.

- text