તમે 10 રૂ. આપ્યા ત્યારથી સ્થિતિ બગડી છે તેમ કહી વૃદ્ધને લાકડાના બડીકા ફટકાર્યા

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે એક શખ્સે વૃદ્ધને લાકડાના બડીકા ફટકાર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા મુળજીભાઈ દેવજીભાઈ ભંખોડીયા ઉ.વ.85 વાળાએ તાલુકા પોલીસ મથકે લક્ષ્મણભાઇ રામજીભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમની ભાણેજને આ શખ્સે રૂ. 10 આપ્યા ત્યારથી તેની સ્થિતિ નબળી થઈ ગયેલ તેવી ખોટી માન્યતા રાખીને લાકડાના બડીકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text