કલબ 36 મલ્ટીપ્લેક્ષમાં દિવાળી ઓફરોનો ઢગલો : મુવી સાથે કોલ્ડડ્રિન્ક અને પાર્કિંગ ફ્રિ

- text


સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ સ્ક્રીન ઉપર મુવી જોવાનો લ્હાવો : દિવાળીના પર્વ નિમિત્તે મુવી ટિકિટ તેમજ રેસ્ટોરેન્ટના ફુડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ

મોરબી : મોરબીવાસીઓને કલબ 36 મલ્ટીપ્લેક્ષ દિવાળીના પર્વે મોજ કરાવવાનું છે. અહીં પાર્કિંગ ફ્રિ રાખવામાં આવ્યું છે. સાથોસાથ કોલ્ડડ્રિન્ક પણ ફ્રિમા આપવામાં આવનાર છે. આ ઉપરાંત અહીં મુવી ટિકિટ તેમજ રેસ્ટોરેન્ટના ફુડ ઉપર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો મોરબીવાસીઓ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ સ્ક્રીન ઉપર મુવી જોવાનો લ્હાવો ઓફર્સ સાથે લેવા માટે થઈ જાવ તૈયાર…મોરબી- રાજકોટ હાઇવે ઉપર લજાઈ પાસે જોગ આશ્રમની પાછળ આવેલું કલબ 36 મલ્ટીપ્લેક્ષ અનેકવિધ સુવિધાઓથી સજ્જ છે. આ મલ્ટીપ્લેક્ષ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી સ્ક્રીન ધરાવે છે. અહીં પાર્કિંગ તદ્દન ફ્રી રાખવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાને લઈને મલ્ટીપ્લેક્ષમાં સીસીટીવી કેમેરાની પણ સુવિધા છે. ઉપરાંત અહીં dolby 7.1 D hi-tech 850 Atmos જેવી આધુનિક સાઉન્ડ સિસ્ટમ પણ છે. જે મૂવી દરમિયાન ઓરીજનલ સાઉન્ડ ઇફેક્ટ આપે છે. કલબ 36 મલ્ટીપ્લેક્ષમા મુવી જોવું એક લ્હાવો કહી શકાય. તેમાં પણ હાલ દિવાળીની રજાઓ આવી છે. ત્યારે આ રજાઓમાં વધુને વધુ લોકો એન્ટરટેઇનમેન્ટ મેળવી શકે તેવા આશયથી કલબ 36 મલ્ટીપ્લેક્ષ દ્વારા ખાસ ઓફર્સ શરૂ કરવામાં આવી છે.

કલબ મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોવા માટે આવતા દરેક વ્યક્તિને ટિકિટ ઉપર એક કોકાકોલા કોલ્ડડ્રિન્ક ફ્રી આપવામાં આવશે. આ ઉપરાંત કલબ 36 મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોવા માટે આવેલા દર્શકો કલબ 36 રેસ્ટોરન્ટમાં જમવા માટે જશે તો ત્યાં પણ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મળશે. મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોયું હતો તે જ દિવસની ટિકિટ સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ બીલમાં 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તે સિવાય જો ફિલ્મ જોવા માટે આવ્યા હોય તેના પંદર દિવસ સુધી ટિકિટ લઈને જમવા માટે રેસ્ટોરન્ટમાં ગ્રાહક આવશે તો તેમને 10 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

- text

વધુમાં કલબ 36 મલ્ટીપ્લેક્ષમાં મુવી ટિકિટના દર તદ્દન વ્યાજબી રાખવામાં આવ્યા છે. તેમાં પણ દિવાળીની ઓફર્સ ચાલી રહી છે. જેથી મોરબીવાસીઓ માટે મુવી જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ કલબ 36 મલ્ટીપ્લેક્ષ બની રહ્યું છે. તો અહીં પધારીને સૌરાષ્ટ્રની વિશાળ સ્ક્રીન ઉપર, અદ્યતન સાઉન્ડ સિસ્ટમના સથવારે સાવ ઓછા ખર્ચે પરિવાર સાથે મુવીની મજા અવશ્ય માણો. મોરબી શહેરમાં બુકીંગ માટે પહેલો માળ, લાપીનોઝ પીઝા ઉપર, સ્કાય મોલ સામે, શનાળા રોડ ખાતે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text