ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે ભાઇબીજથી શિવ મહાપુરાણ તથા રુદ્રયાગ

- text


મહાકાળી આશ્રમમાં સવાસો વર્ષના દયાનંદગીરી મહારાજના સાનિધ્યમાં તથા અમરગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન
નૂતન વર્ષના પ્રથમ દિવસે હાથી, ઘોડા, ઊંટ તથા હજારો ભાવિકો સાથે ભવ્ય પોથીયાત્રા : સ્વયં-સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ

હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં દેવળિયા રોડ પર આવેલા શ્રી મહાકાળી આશ્રમ ખાતે દયાનંદગીરી મહારાજ અને તેમના શિષ્ય શ્રી અમરગીરીબાપુના સાનિધ્યમાં આગામી તા. 29 ઓક્ટોબરને મંગળવાર ભાઈબીજના દિવસથી ભવ્ય શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ તથા રુદ્રયાગનું આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ધર્મોત્સવ અંતર્ગત આગામી તા. 28 ઓક્ટોબરને સોમવારે બપોરે બે વાગ્યાથી મહાકાળી આશ્રમથી ચરાડવા નગર કિર્તન સાથે વિશાળ પોથીયાત્રા નીકળશે. જેમા હાથી, ઘોડા, ઊંટ ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ કથા સ્થળે 15 ફૂટના શિવલિંગના દર્શન તેમજ ડુંગર-ગુફાનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જેના દર્શનનો લાભ ભાવિકો લઇ શકશે.

પૂજ્ય દયાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં તથા વેદોના આધારે નીતિ-નિયમ મુજબ બાપુના માર્ગદર્શન હેઠળ આશ્રમ મધ્યે રુદ્ર-યાગના ભાગરૂપે યજ્ઞશાળાનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. તેમજ આશ્રમ પરિસરમાં કથા મંડપનું કાર્ય ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં યુવાનો આ ભગીરથ કાર્યમાં જોડાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત તા. 17 ઓક્ટોબરના રોજ રાતે 08:00 કલાકે આશ્રમમાં આજુબાજુના ૧૫ ગામની મીટીંગનું આયોજન થયેલ હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉમટી પડ્યા હતા. સ્વયંસેવકોએ બાપુને આ પ્રસંગના ઉત્સવ બાબતે કોઈપણ પ્રકારની ચિંતા ન કરવાનું કહી બધી જ જવાબદારી આજુબાજુના ગામોથી આવેલ ભક્તો જાતે ઉપાડી લેશે અને આ શિવ મહાપુરાણ કથાનું પ્રશંસનીય આયોજન કરશે તેવી બાહેંધરી આપી હતી.

- text

શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવના વ્યાસપીઠ સ્થાનેથી વિદ્વાન પ્રવક્તા શિવ કથાકાર કશ્યપભાઈ જોશી (કચ્છવાળા) રસ-મધુર શૈલીથી શિવ ચરિત્ર કથામૃતનું રસપાન કરાવશે. તેમજ રુદ્રયાગનું આચાર્યપદે દર્શનભાઈ રાવલ (વાંકાનેરવાળા) શોભાવશે.

આગામી તારીખ 29 ઓક્ટોબરને મંગળવારે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવના પાવન પ્રસંગનો પ્રારંભ થશે. 29 ઓક્ટોબરના રોજ ભષ્મ, બિલિપત્ર, રુદ્રાક્ષ મહિમા રજૂ કરાશે તેમજ સવારે 7:30થી 4:30 સુધી શિવયાગ યોજાશે. તા. 30/10ના રોજ શિવલિંગનું આધ્યાત્મિક રહસ્ય, તા. 31/10ના રોજ શિવ-પાર્વતી વિવાહ, તા. 1/11ના રોજ ગણપતિ તથા કાર્તિકેય જન્મ-પ્રસંગ, તા. 2/11ના રોજ શિવ-તત્વ, શિવ પંચાક્ષર મંત્ર કથા, તા. 3/11ના રોજ બાર જ્યોતિર્લિંગનો મહિમા, તા. 4/11ના રોજ શિવ-તત્વ રહસ્યના પ્રસંગો કથાકાર કશ્યપ જોશી શિવ મહાપુરાણ યજ્ઞ મહોત્સવ અંતર્ગત વર્ણવશે.

શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં તારીખ 29/10/2019થી તારીખ 04/11/2019 સુધી દરરોજ સવારે 9થી 12 અને બપોરે 3થી 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરી શકાશે. તા.4/11ને સોમવારે સાંજે 4:30 વાગ્યે કથા વિરામ લેશે. ભાવિકો માટે કથા દરમિયાન દરરોજ 12:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. GTPL ચેનલ પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

ચરાડવા ખાતે શ્રી મહાકાળી આશ્રમમાં કથા અંતર્ગત રાત્રિના સાડા નવ કલાકે ભજન સંતવાણી અને રાસ ગરબાની રમઝટ બોલાવશે. જે અંતર્ગત તારીખ 30/10ના ભજન કલાકાર નિલેશ ગઢવી, સંગીતાબેન લાબડીયા કાર્યક્રમ રજૂ કરશે. તા. 1/11 રોજ ભજનિક કલાકાર ગીતાબેન રબારી (કચ્છી કોયલ), વાજિંત્ર-વાદક કલ્પેશ મારવાડા ગ્રુપ કાર્યક્રમ રજૂ કરશે. તા. 3/11ના રોજ કલાકાર વિક્રમભાઈ લાબડીયા ગ્રુપ (રાઈઝીંગ સ્ટાર, કલર્સ ટીવી ફેમ) સંગીત વિશારદનો કાર્યક્રમ રજૂ કરશે.આ મંગલમય અવસરે શિવગાથાનું સુમધુર રસપાન કરવા ભાવિકોને પધારવા માટે સંત દયાનંદગીરીજી મહારાજે તથા લઘુમહંત અમરગીરી બાપુએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

આ ધર્મોત્સવ માટે શ્રી મહાકાળી આશ્રમ વંદનીય સેવા સમિતિ કાર્યરત છે. વધુ માહિતી માટે મનસુખભાઈ બચુભાઈ પટેલ મો. નં. 98256 41651, પ્રવીણભાઈ બાવરવા મો. નં. 94287 20325, વાસુદેવભાઈ હડીયલ મો. નં. 99093 09831 પર સંપર્ક કરી શકાશે.

- text