ટંકારામાં પ્રાથમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકામાં પ્રાથમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમા ઉગતા સૂર્યની પેનલનો દમદાર વિજય થયો હતો. તેમજ બધા સભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષણ ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ચૂંટણી બે દિવસ પહેલા યોજવામાં આવી હતી. જેનુ મતદાન ટંકારા કુમાર તાલુકા શાળા ખાતે રાખ્યુ હતું. જેમાં કુલ 13 ઉમેદવારો ચૂંટવાના હતા. 10 સામાન્ય, 1 અનુસૂચિત જાતિ અને 2 મહિલા સભ્યોના ચૂંટવા માટે મતદાન થયેલ કુલ મતદાર શિક્ષકોની સંખ્યા 329 હતી. જેમા બધા શિક્ષકે મતાધીકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી પછી પરિણામમાં ઊગતા સૂર્યના નિશાનવાળી પેનલ વિજેતા જાહેર થઇ હતી.

આ ચૂંટણીમાં ડાયાલાલ બારૈયા હેમંતભાઈ ભાગીયા, વાત્સલ્ય મનીપરા વિનોદભાઈ સુરાણી, પંકજભાઈ ભોજાણી, સુરેશભાઈ, રુક્ષ્મણીબેન પડસુબીયા સહિતના વિજેતા જાહેર થયેલ હતા. હવે ચુટાયેલા સભ્યોમાથી ભવિષ્યમાં પ્રમુખની ચૂંટણી યોજાશે. જે આગામી દિવસોમાં મિટીંગમા નક્કી થશે.

- text


- text