માળીયા મી.ના બગસરા ગામે સરકારી રાશનના દુકાનદારની મનસ્વી કામગીરી સામે રોષ

- text


માળીયા (મી.) : બગસરા ગ્રામ પંચાયત દ્વારા સરકારી રાશનના દુકાનદારની મનસ્વી કામગીરી સામે ફરિયાદ કરતી રજૂઆત મામલતદારને કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે નિયમ મુજબ મહિનામાં 26 દિવસ દુકાન ખુલ્લી રહેવી જોઈએ, જેના બદલે મહિનામાં માત્ર ચાર રવિવાર દરમિયાન જ દુકાન ખોલવામાં આવે છે. તેમજ દુકાનદાર દ્વારા કાળા બજારના ભાવથી અનાજ વેચવામાં આવે છે તથા ગ્રાહકો સાથે તોછડાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગત તા. 20/10/2019ના રોજ લક્ષ્મીવાસ ગામે દુકાનદારે રાશન કાર્ડ ધારકોને 10 કિલો અનાજનો જથ્થો જોઈએ તો જ અનાજ વેચવાની શરત રાખી હતી.

બગસરા ગ્રામ પંચાયત દ્વારા દુકાનદાર દ્વારા અન્ન સુરક્ષા ધારાના ઉલ્લંધન કરેલ હોવાથી કાયદાકીય પ્રક્રિયા કરી તેની સામે યોગ્ય પગલાં લેવા માટે મામલતદારને ફરિયાદ કરતી અરજી કરી હતી.

- text


- text