બાળકો વચ્ચે પતંગ બાબતે થયેલા સામાન્ય ઝઘડા બાદ મોટેરાઓ વચ્ચે શસ્ત્ર મારામારી થઈ

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલ વવાણીયા ગામે બાળકો વચ્ચે પતંગ બાબતે થયેલા સામાન્ય ઝઘડાએ મોટેરાઓ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છરી અને ધારીયા જેવા હથિયારો વડે મારામારી થઈ પડી હતી. જેમાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત થતા પહેલા મોરબી અને બાદમાં વધુ સારવાર અર્થે બન્નેને રાજકોટ ખસેડાયા હતા

માળીયા મી.ના વવાણીયા ગામે રહેતા કુલસુમબેન બુચડ (ઉં.વ. 35) અને રોશનબેન ગનીભાઇ બુચડ (ઉં.વ. 42)ને મારામારીમાં ઇજા થતાં સારવારમાં મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે. સારવાર લીધા બાદ રોશનબેન ગનીભાઇ બુચડ જાતે વાઘેર (ઉં. વ. 42) રહે.વવાણીયાએ માળીયા(મિં) પોલીસ મથકે સામાવાળા શબાનાબેન ડાડા ટાંક અને જેતુનબેન ડાડા ટાંક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જેમાં રોશનબેને જણાવ્યા પ્રમાણે તેમના દીકરા ફારૂક (ઉં.વ.12) અને સામેવાળાના દીકરા અસગર (ઉં.18)ને પતંગ બાબતે ઝઘડો થયો હતો. જેથી રોશનબેન અને કુલસુમબેન સમજાવવા માટે ગયા હતા, ત્યારે સામેવાળાઓએ ઉશ્કેરાઈ જઈને રોશનબેનને કપાળના ભાગે છરી વડે ઘા મારી દીધો હતો અને કુલસુમબેનને ડાબી આંખે નિચે ગાલના ભાગે ધારીયાનો ઘા મારી દેતા બન્નેને સારવારમાં મોરબી અને બાદમાં રાજકોટ વધુ સારવાર માટે લઇ જવાયા હતા. એ.એસ.આઇ. ચેતનભાઇ કડવાતરે આ બનાવની આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text