કંડલા હાઇવે પરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડતી માળીયા મી. પોલીસ

- text


માળીયા (મી.) : મોરબી જીલ્લામાં પાછલા ત્રણ દિવસથી વિદેશી ઝડપી પાડવા રેડ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1000થી વધુ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે. મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક ડી.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.વી.ઝાલાની સુચનાથી કોન્સ્ટેબલ જયદેવસિહ ઝાલા, વિપુલભાઈ ફુલતરીયા, રમેશભાઈ રાઠોડ, જે.પી.વસીયાણી માળીયા કંડલા હાઈવે રોડ પર ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી કાર નં. GJ 12 AJ 50 નીકળતા તેની તલાશી લેવામાં આવી હતી. ત્યારે કારમાંથી રોયલ ચેલેંજ ક્લાસીક વ્હીસ્કીની 84 બોટલ મળી આવી હતી. આથી પોલીસે 33600 રૂપિયાની કિંમતનો દારૂ અને ગાડી મળીને કુલ 333600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં તપાસ આદરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text