બૌદ્ધ સમુદાયની વિવિધ માંગણીઓ પરત્વે ધ્યાન આપવા સ્વયં સૈનિક દળની સરકારને અપીલ

- text


મોરબી : “સ્વયં સૈનિક દળ” દ્વારા ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ-ગુજરાત અને મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી બૌદ્ધ સમુદાયની વિવિધ માંગણીઓ પ્રત્યે ધ્યાન દોર્યું છે. અન્ય ધાર્મિક સમુદાયોની સાપેક્ષ બૌદ્ધ સમુદાયને ગૌણ મહત્વ અપાય છે એ બાબતે ધ્યાન દોરીને ખરા અર્થમાં ભારતને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનાવવામાં બૌદ્ધ સમુદાયના સહયોગ માટે કેટલીક માંગણીઓ રજૂ કરી છે.“સ્વયં સૈનિક દળ” મોરબી દ્વારા લખાયેલા આ પત્રમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં પી.એમ.મોદીએ યુનાઇટેડ નેશનમાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે “ભારત યુદ્ધની નહિ પણ બુદ્ધની નીતિમાં માને છે, ભારતની માનસિકતામાં યુદ્ધ નહિ બુદ્ધના કરુણા અને પ્રેમના વિચારો ભર્યા છે.” એક તરફ વડાપ્રધાન વૈશ્વિક કક્ષાએ બુદ્ધના ગુણગાન ગાય છે જ્યારે બીજી તરફ ભારતમાં બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળોની યોગ્ય જાળવણી થતી નથી. અન્ય સમુદાયોના ધાર્મિક સ્થાનો માટે જમીનથી લઈને દરેક સુવિધાઓ સરકાર ઉપલબદ્ધ કરાવે છે ત્યારે બુદ્ધ મંદિરો માટે સરકાર ઉદાસીનતા સેવે છે. આવો વિરોધાભાસ સરકાર રાખે છે. જો સરકાર ખરેખર બુદ્ધના વિચારો, બુદ્ધના જીવન અને તેના સંદેશને સ્થાપિત કરવા ઇચ્છુક હોય તો ભારતની દરેક દિશાઓમાં અને દરેક રાજ્યોમાં જીલ્લા કક્ષા સુધી બુદ્ધના ત્યાગ, કરુણા અને ક્ષમાના સંદેશને પુનઃ સ્થાપિત કરવા પ્રયાસો કરવા જોઈએ. તો જ સાચા સંદર્ભમાં બુદ્ધને વિશ્વકક્ષાએ પહોંચાડી શકાશે જે આખરે તો વિશ્વશાંતિ માટે નિર્ણાયક સાબિત થશે. એમ પત્રના અંતમાં જણાવાયું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text