માળીયા નેશનલ હાઇવેથી લાખિયાસર-હજીયાસરનો માર્ગ રૂ. 3.20 કરોડના ખર્ચે મંજુર

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજૂઆતને પગલે રાજ્ય સરકારે વર્ષોથી ખખડધજ માર્ગના નવીનીકરણના કામને મંજૂરી આપી

મોરબી : માળીયા મિયાણા નેશનલ હાઇવેથી લાખિયાસર- હજીયાસર ગામને જોડતા માર્ગના કામ માટે રૂ 3..20 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે.માર્ગ વર્ષોથી ખખડધજ હાલતમાં હોવાથી મોરબીના ધારાસભ્ય બ્રેજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગમાં સતત રજુઆત કરીને આ માર્ગનું નવીનીકરણ કરવાની માંગ કરી હતી.બાદમાં નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરતા સરકાર તરફથી માર્ગ અને મકાન વિભાગે રોડના નવીનીકરણના કામ માટે રૂ.3.20 કરોડ ફાળવ્યા હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, માળીયા નેશનલ હાઇવેથી લાખિયાસર અને હજીયાસર ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે.તેથી ગ્રામજનોને માર્ગ ઉપર અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.રોડ પર ઠેરઠેર ખાડા પડી જવાથી અને ઘુળિયા માર્ગ થઈ જતા વાહન ચાલકો પર સતત અકસ્માતનું જોખમ રહે છે.આથી આ રોડનું નવીનીકરણ કરવા માટે ધારાસભ્યએ વખતોવખત રાજ્યના માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હતી.જ્યારે તેમણે ગત તા.15 ઓક્ટોબરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ મળીને લાંબા સમયની રોડના નવીનીકરણની માંગણીને સાકાર કરવા ભારપૂર્વક રજુઆત કરી હતી.જેના પગલે માળીયા નેશનલ હાઇવેથી લાખિયાસર અને હજીયાસર ગામને જોડતા માર્ગના કામ માટે રૂ.3.20 કરોડના ખર્ચની મંજૂરી આપી છે.આ અતિ પછાત વિસ્તારના લોકો લાંબા સમયથી ખરાબ રોડથી પરેશાન હતા.તેમજ મસત્ય ઉધોગને પણ પરેશાની વેઠવી પડતી હતી.ત્યારે લાંબા સમય બાદ ધારાસભ્યના પ્રયાસોથી રોડના કામને મંજૂરી મળતા સ્થાનિક લોકોને રાહત થશે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text