મોરબીમાં પૈસાની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરી માર માર્યો

- text


ચાર શખ્સોએ કારમાં અપહરણ કરી પાઇપ અને છરી વડે હુમલો કર્યા બાદ કારમાંથી નીચે ઉતારી દીધાની યુવાને ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના શનાળા ગામના યુવાનનું પૈસાની ઉઘરાણી મામલે ચાર શખ્સોએ રવાપર રોડ પરથી કારમાં અપહરણ કરી લઈ જઈને પાઇપ ધોકા અને છરીથી હુમલો કરીને કારમાંથી નીચે ઉતારી દીધો હોવાની ફરિયાદ નોંધાઇ છે. યુવાનની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે આ અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શક્ત શનાળા ગામે રહેતા ધરમભાઈ ધીરુભાઈ ગઢવી ઉ.વ.23 નામના યુવાને ધમભા જગદીશસિંહ જાડેજા, રાજદીપસિંહ યુવરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને બરકતઅલી ઉર્ફે ભાણો ફકીર સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવો હતી કે, તેણે અગાઉ ધમભા પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા આથી ધમભાએ આ રૂપિયા ફરિયાદી પસેથી પરત માંગ્યા હતા.જેનો ખાર રાખીને આ ચારેય આરોપીઓએ રવાપર રોડ એચડીએફસી ચોક ખાતે ફરિયાદીનું કારમાં અપહરણ કરી ગયા હતા.જ્યાં ચારેય આરોપીઓએ એક સંપ કરીને છરી, ધોકા અને પાઈપથી યુવાન પર હુમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.બાદમાં ચારેય આરોપીઓ ઇજાગ્રસ્ત ફરિયાદીને કારમાંથી નીચે ઉતારી દીધો હતો આથી યુવાને હોસ્પિટલમાં સારવાર લઈને આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text